NZ vs AUS, T20 WC LIVE: ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો ભવ્ય વિજય, ન્યૂઝિલેન્ડને આઠ વિકેટથી હરાવ્યું

T20 WC 2021, Match 45, NZ vs AUS: ક્રિકેટના ટી20 ફોર્મેટમાં આજે ચેમ્પિયન બનવા માટે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા આમને સામને થશે,

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 14 Nov 2021 10:52 PM
ઓસ્ટ્રેલિયાએ પ્રથમવાર જીત્યો ટી-20 વર્લ્ડકપ

દુબઇઃ ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝિલેન્ડ સામે આઠ  વિકેટથી વિજય મેળવ્યો હતો. 173 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાએ 18.5 ઓવરમાં બે વિકેટ ગુમાવી 137 રન કરી લીધા હતા. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 53 અને મિશેલ માર્શે અણનમ 77 રન ફટકાર્યા હતા. વોર્નર અને માર્શ વચ્ચે બીજી વિકેટ માટે 59 બોલમાં 92 રનની ભાગીદારી કરી હતી. ન્યૂઝિલેન્ડ તરફથી બોલ્ટે બે વિકેટ ઝડપી હતી. મિશેલ માર્શને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમવાર જીત્યો ટી-20 વર્લ્ડકપ

દુબઇઃ ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝિલેન્ડ સામે આઠ  વિકેટથી વિજય મેળવ્યો હતો. 173 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાએ 18.5 ઓવરમાં બે વિકેટ ગુમાવી 137 રન કરી લીધા હતા. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 53 અને મિશેલ માર્શે અણનમ 77 રન ફટકાર્યા હતા. વોર્નર અને માર્શ વચ્ચે બીજી વિકેટ માટે 59 બોલમાં 92 રનની ભાગીદારી કરી હતી. ન્યૂઝિલેન્ડ તરફથી બોલ્ટે બે વિકેટ ઝડપી હતી.

માર્શની અડધી સદી

ફાઇનલ મેચ રોમાંચક તબક્કામાં પહોંચી ગઇ છે. ઓસ્ટ્રેલિયન ઓપનર વોર્નર 53 રન બનાવી આઉટ થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવી 109 રન બનાવી લીધા છે. માર્શ 53 અને મેક્સવેલ શૂન્ય રન પર રમતમાં છે.

ન્યૂઝિલેન્ડે ફાઇનલમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો

ન્યૂઝિલેન્ડે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝિલેન્ડે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડે ટી-20 વર્લ્ડકપના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. કેપ્ટન કેન વિલિયમ્સને સૌથી વધુ 85 રનની ઇનિંગ રમી હતી. માર્ટીન ગુપ્ટિલે 28, મિચેલે 11, ગ્લેન ફિલિપ્સે 18 રનનું યોગદાન આપ્યું હતું. જેમ્સ નિશમ 13 અને ટીમ સીફર્ટ 8 રન બનાવી અણનમ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. એડમ જમ્પાએ એક વિકેટ ઝડપી હતી.

વિલિયમ્સનની તોફાની બેટિંગ

ન્યૂઝિલેન્ડે 17 ઓવરમાં બે વિકેટ ગુમાવી 144 રન બનાવી લીધા છે. ન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનની તોફાની બેટિંગ યથાવત છે. વિલિયમ્સન  81 રન ફટકારી રમતમાં છે. 

વિલિયમ્સનની તોફાની બેટિંગ

ન્યૂઝિલેન્ડે 17 ઓવરમાં બે વિકેટ ગુમાવી 144 રન બનાવી લીધા છે. ન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનની તોફાની બેટિંગ યથાવત છે. વિલિયમ્સન  81 રન ફટકારી રમતમાં છે. 

વિલિયમ્સનની તોફાની બેટિંગ

ન્યૂઝિલેન્ડે 17 ઓવરમાં બે વિકેટ ગુમાવી 144 રન બનાવી લીધા છે. ન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનની તોફાની બેટિંગ યથાવત છે. વિલિયમ્સન  81 રન ફટકારી રમતમાં છે. 

મિશેલ આઉટ

ન્યૂઝિલેન્ડને પ્રથમ ઝટકો લાગ્યો છે. ન્યૂઝિલેન્ડનો ઓપનર મિશેલ 11 રન બનાવી આઉટ થયો હતો. ન્યૂઝિલેન્ડે ચાર ઓવરમાં એક વિકેટના નુકસાન પર 28 રન બનાવી લીધા છે. 

ન્યૂઝિલેન્ડ બેટિંગ કરશે.

 ટી 20 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝિલેન્ડ પ્રથમ બેટિંગ કરશે. 

ટી20 વર્લ્ડકપ 201 - ક્યાંથી ક્યારે થશે લાઇવ ટેલિકાસ્ટ

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે એટલે કે 14મી નવેમ્બર 2021ના રોજ ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલ મેચ રમાશે. આ મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે, જોકે ટૉસ 7.00 વાગે થશે.

બ્રેકગ્રાઉન્ડ

ક્રિકેટના ટી20 ફોર્મેટમાં આજે ચેમ્પિયન બનવા માટે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા આમને સામને થશે, આઇસીસી ટી20 વર્લ્ડકપની આજે ફાઇનલ મેચ દુબઇમાં રમાશે. બન્ને ટીમ પ્રથમ વાર ચેમ્પિયન બનવા માટે પ્રયાસ કરશે. અત્યાર સુધી રમાયેલી ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા બેમાંથી એકપણ ટીમ ચેમ્પિયન બની શકી નથી. જોકે, ઓસ્ટ્રલિયા વનડે વર્લ્ડકપમાં પાંચ વારનુ ચેમ્પિયન રહી ચૂક્યુ છે. જ્યારે ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો વર્ષ 2015 અને 2019માં ન્યૂઝીલેન્ડની ટીમ રનરઅપ રહી હતી. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.