NZ vs ENG: ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ રચ્યો ઇતિહાસ, MS Dhoniના રેકોર્ડની કરી બરોબરી

ઈંગ્લેન્ડે તેનો પ્રથમ દાવ આઠ વિકેટના નુકસાન પર 435 રન પર ડિકલેર કર્યો હતો.

Continues below advertisement

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં સંઘર્ષ કરી રહી છે. પરંતુ ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ પોતાના ખાતામાં અદભૂત સિદ્ધિ નોંધાવી છે. આ વખતે સાઉથીએ બેટિંગમાં ઇતિહાસ રચ્યો છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

Continues below advertisement

સાઉથીએ ઈંગ્લેન્ડ સામેની ઈનિંગ દરમિયાન બે સિક્સર ફટકારી હતી. આ રીતે સાઉથીએ ટેસ્ટ ક્રિકેટમાં કુલ 78 સિક્સર ફટકારી છે. અહીં સાઉથીએ એમએસ ધોનીની બરાબરી કરી છે. ધોને ટેસ્ટ ક્રિકેટમાં 78 સિક્સર ફટકારી છે. સાઉથીએ માત્ર 131 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી જ્યારે ધોનીએ 144 ઇનિંગ્સમાં 78 સિક્સ ફટકારી હતી.

સાઉથી હવે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિસ કેર્ન્સની બરાબરી કરતાં માત્ર નવ સિક્સર દૂર છે. જોકે, તે ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમથી ઘણો પાછળ છે, જેણે 107 સિક્સ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલે ટિમ સાઉથી 14માં સ્થાન પર છે.

બેન સ્ટોક્સના નામે રેકોર્ડ છે

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન છે. સ્ટોક્સે 91 મેચમાં 109 સિક્સર ફટકારી છે. આ યાદીમાં બ્રેન્ડન મેક્કુલમ 107 છગ્ગા સાથે બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ 100 છગ્ગા સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. નોંધનીય છે કે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ ત્રણ જ બેટ્સમેન છે જેમણે 100 કે તેથી વધુ સિક્સર ફટકારી છે.

ન્યૂઝીલેન્ડ પર ફોલોઓનનો ખતરો

મેચની વાત કરીએ તો, ઈંગ્લેન્ડે તેનો પ્રથમ દાવ આઠ વિકેટના નુકસાન પર 435 રન પર ડિકલેર કર્યો હતો. જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસે સ્ટમ્પ સુધી 138/7નો સ્કોર કર્યો હતો. સ્ટમ્પના સમયે ટોમ બ્લંડેલ (25*) અને કેપ્ટન ટિમ સાઉથી (23*) રમતમાં હતા. ન્યૂઝીલેન્ડની ટીમ હજુ પણ ઈંગ્લેન્ડના સ્કોરથી 297 રન પાછળ છે અને જ્યારે તેની ત્રણ વિકેટ બાકી છે. ન્યૂઝીલેન્ડની ટીમ બે મેચની શ્રેણીમાં 0-1થી પાછળ છે. તેને પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે 267 રનના વિશાળ અંતરથી હાર સહન કરવી પડી હતી.

3rd Test: ઓસ્ટ્રેલિયાની ટેસ્ટમાં વાપસીનો દારોમદાર હવે સ્ટીવ સ્મિથ પર, જાણો કેવો છે તેનો કેપ્ટનશીપ રેકોર્ડ

IND vs AUS Indore Test: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત વિરુદ્ધ રમાઇ રહેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2023ની ત્રીજી ટેસ્ટ મેચ માટે સ્ટીવ સ્મિથ (Steve Smith)ને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો છે. પરમેનન્ટ કેપ્ટન પેટ કમિન્સ આ મેચમાં ઉપલબ્ધ નહીં રહે, આ કારણોસર આ જવાબદારી સ્ટીવ સ્મિથને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પેટ કમિન્સ પારિવારિક કારણોસર તે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે, અને હવે ઇન્દોર ટેસ્ટમાં રમતો જોવા નહીં મળે. અત્યારે ભારતીય ટીમે 2-0થી લીડ બનાવી રાખી છે.

ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમ પહેલી બે ટેસ્ટ મેચો જીતીને ઓસ્ટ્રેલિયન ટીમ પર 2-0થી લીડ બનાવી ચૂકી છે. આવામાં સ્ટીવ સ્મિથ જ પોતાની ટીમને સીરીઝમાં વાપસી કરાવી શકે છે. સ્ટીવ સ્મિથ માટે આ એક મોટો પડકાર રહેશે, જોકે, તેનો અનુભવ ટીમને કામ આવી શકે છે.  જાણો અહીં સ્ટીવ સ્મિથની કેવી રહી છે ટેસ્ટ કેપ્ટનશીપ.... 

36 મેચોમાં કરી ચૂક્યો છે ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ  -
સ્ટીવ સ્મિથ ગયા વર્ષે પણ ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી ચૂક્યો છે. વર્ષ 2014 થી 2018 સુધી આ ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ કેપ્ટન રહી ચૂક્યો છે. આ પછી તેને કેટલાક પ્રસંગે ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી છે. તે 36 મેચોમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન રહી ચૂક્યો છે, અહીં તેને પોતાની ટીમને 20 મેચોમાં જીત અપાવી છે, તેની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયન ટીમને 10 મેચોમાં હારનો સામનો પણ કરવો પડ્યો છે. વળી, 6 મેચો ડ્રૉ રહી છે, એટલે કે ઓવરઓલ તેનો રેકૉર્ડ સારો રહ્યો છે. 

ગઇ વખતે ભારત પ્રવાસ પર પણ સ્ટીવ સ્મિથ હતો કેપ્ટન  -
સ્ટીવ સ્મિથ ગઇ વખતે ભારત પ્રવાસ પર આવેલી ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન રહ્યો હતો, આ પ્રવાસ પર પણ ઓસ્ટ્રેલિયા ટીમ સીરીઝ તો ન હતી જીતી શકી, પરંતુ તેને એક ટેસ્ટમાં જરૂર સફળથા હાંસલ થઇ હતી. ફેબ્રુઆરી 2017 માં રમાયેલી પુણે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 333 રનોથી હાર આપી હતી. ઇન્દોરમાં પણ ઓસ્ટ્રેલિયાને પોતાના કેપ્ટન પાસેથી આવી રીતે જીતની આશા રહેશે.

Continues below advertisement
Sponsored Links by Taboola