New Zealand Vs South Africa: દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી એકવાર ચોકર સાબિત થઈ ગઈ કારણ કે ન્યુઝીલેન્ડે બુધવારે રાત્રે દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે ભારત અને ન્યુઝીલેન્ડ ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. આ પહેલા, બંને ટીમો વર્ષ 2000 માં આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ટકરાઈ હતી, ત્યારે કિવીઓએ જીત મેળવી હતી. ફાઇનલ 9 માર્ચે દુબઈમાં યોજાશે. ભારતે પહેલા સેમિફાઇનલમાં હેવીવેઇટ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.


 






ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર
બીજા સેમિફાઇનલની વાત કરીએ તો, ન્યુઝીલેન્ડે બુધવારે રાત્રે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર, 362/6 બનાવ્યો. રચિન રવિન્દ્ર (108) અને કેન વિલિયમસન (102) ની સદીના જવાબમાં, દક્ષિણ આફ્રિકા 50 ઓવરમાં 312/9 રન સુધી જ સિમિત રહ્યું.


ન્યૂઝીલેન્ડે આપેલા આવેલા 363 રનના ટાર્ગેટને ચેઝ કરતા આફ્રિકન ટીમ 9 વિકેટે માત્ર 312 રન જ બનાવી શકી. કેપ્ટન મિચેલ સેન્ટનરે 3 વિકેટ લીધી. મેટ હેનરી અને ગ્લેન ફિલિપ્સે 2-2 વિકેટ લીધી. સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે સદી ફટકારી હતી. તેણે 67 બોલમાં સદી ફટકારી. કેપ્ટન ટેમ્બા બાવુમા (56 રન) અને રાસી વાન ડેર ડુસેન (69 રન)એ ફિફ્ટી ફટકારી હતી.


ડેવિડ મિલરની સદી પણ દક્ષિણ આફ્રિકાને મદદ કરી શકી નહીં
363 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી. મેટ હેનરીએ પાંચમી ઓવરમાં પ્રોટીઝને પ્રથમ સફળતા અપાવી, જેમાં રાયન રિક્લટન (17) ને 20 રને આઉટ કરવામાં આવ્યો. ત્યાંથી, કેપ્ટન ટેમ્બા બાવુમા (71 બોલમાં 56) અને રાસી વાન ડેર ડુસેન (66 બોલમાં 69) એ બીજી વિકેટ માટે ધીમી 105 રનની ભાગીદારી કરી. છઠ્ઠા નંબરે બેટિંગ કરવા આવેલા ડેવિડ મિલરે 47 ઓવર સુધી રમતો રહ્યો, પરંતુ 67 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ અપૂરતી સાબિત થઈ.


સાઉથ આફ્રિકા પ્લેઈંગ ઈલેવન


ટેમ્બા બાવુમા (કેપ્ટન), એડન માર્કરમ, રાયન રિકેલ્ટન, રાસી વાન ડેર ડુસેન, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, માર્કો યાન્સેન, કાગીસો રબાડા, કેશવ મહારાજ અને લુંગી એન્ગિડી.


ન્યૂઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન


મિચેલ સેન્ટનર (કેપ્ટન), વિલ યંગ, રચિન રવીન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મેટ હેનરી, કાયલ જેમીસન અને વિલિયમ ઓ'રોર્ક.


આ પણ વાંચો...


Australia Cricketer: ડેવિડ વૉર્નરની ફિલ્મોમાં એન્ટ્રી, આ ભારતીય મૂવીમાં હીરો બનીને ધમાલ મચાવવા તૈયાર