SL Vs NZ: ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પહોંચવાનું નક્કી થઈ ગયું છે. ન્યુઝીલેન્ડે દિલધડક મેચમાં શ્રીલંકાને 2 વિકેટથી હાર આપી હતી. અંતિમ બોલ સુધી ટેસ્ટ મેચ રમાઈ હતી. શ્રીલંકાએ મેચ જીતવા 70 ઓવરમાં આપેલા 285 રનના ટાર્ગેટને ન્યુઝીલેન્ડે 8 વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. કેન વિલિયમસને અણનમ 121 રન બનાવ્યા હતા. જ્યારે ડેરેલ મિચેલ વન ડે સ્ટાઇલ બેટિંગ કરતાં 86 બોલમાં 81 રનની ઈનિંગ રમી હતી.






સંક્ષિપ્ત હાઈલાઈટ્સ


શ્રીલંકા પ્રથમ ઈનિંગઃ 355 રનમાં ઓલઆઉટ, કુસલ મેંડિલ  87 રન. કરૂણારત્ને 47 રન, સાઉથીની 5 વિકેટ, મેટ હેન્રીની 4 વિકેટ


ન્યુઝીલેન્ડ પ્રથમ ઈનિંગઃ  373 રનમાં ઓલાઉટ, ડેરેલ મિચેલ 102 રન, મેટ હેન્રી 72 રન, અસિથા ફર્નાન્ડો 4 વિકેટ, કુમારા 3 વિકેટ


શ્રીલંકા બીજી ઈનિંગઃ 302 રનમાં ઓલઆઉટ, મેથ્યૂઝ 115 રન, ધનજંય ડિસિલવ્લા 47 રન, ટિકનર 4 વિકેટ, મેટ હેન્રી 3 વિકેટ


ન્યુઝીલેન્ડ બીજી ઈનિંગઃ 286 રન 8 વિકેટ, કેન વિલિયમસન  121 રન નોટઆઉટ, ડેરેલ મિચેલ 81 રન,  અસિથા ફર્નાન્ડો 3 વિકેટ, જયસૂર્યા 2 વિકેટ




ભારતે કોહલીના 186 રનની મદદથી બનાવ્યા 571 રન


વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે બેવડી સદી ફટકારવાથી ચૂકી ગયો હતો અને 186ના સ્કોર પર તેની વિકેટ ગુમાવી દીધી હતી. આ સાથે ભારતની પ્રથમ ઈનિંગ 571 રન પર સમેટાઈ ગયો હતો. શ્રેયસ અય્યર પીઠના દુખાવાના કારણે બેટિંગ કરવા આવ્યો ન હતો, આ સ્થિતિમાં ભારતની ઈનિંગ 571/9 પર પુરો થયો હતો. ભારતે ઓસ્ટ્રેલિયા પર 91 રનની લીડ લીધી હતી.


અય્યરની ઈજાએ ભારતની મુશ્કેલીમાં વધારો કર્યો


મેચના ત્રીજા દિવસે શ્રેયસ અય્યરને પીઠના નીચેના ભાગમાં દુખાવો થયો હતો. આ પછી તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો. હાલ BCCIની મેડિકલ ટીમ તેની સંભાળ લઈ રહી છે. ભારતની પ્રથમ ઇનિંગમાં શ્રીકર ભરતને અય્યરના સ્થાને છઠ્ઠા નંબર પર બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો.


ચોથી ટેસ્ટ માટેની ભારતીય ટીમ - 



રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ, અય્યર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ.


ચોથી ટેસ્ટ માટેની ઓસ્ટ્રેલિયન ટીમ - 



ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), પીટર હેન્ડસ્કૉમ્બ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, ટૉડ મર્ફી, મેથ્યૂ કૂહેનમેન, નાથન લિયૉન.




સીરિઝમાં ભારત 2-1થી આગળ


બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વાત કરીએ તો ભારતીય ટીમ હાલમાં 2-1થી આગળ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં મહેમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જો કે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે પરાજય આપ્યો હતો. આ રીતે ભારતીય ટીમ 4 ટેસ્ટ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે. આ સાથે જ ઈશાન કિશન અમદાવાદમાં ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. જો ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો કેએસ ભરતને બહાર બેસવું પડી શકે છે. વાસ્તવમાં કેએસ ભરતે આ શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહીં.