IND vs AUS Test Day 4: અમદાવાદમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં ચોથા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગ શરૂ કરી લીધી છે. પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 91 રનની લીડ આપી હતી. ચોથા દિવસના અંતે બેટિંગમાં ઉતરેલી કાંગારુ ટીમે માત્ર 6 ઓવર રમીને વિના વિકેટે 3 રન બનાવ્યા હતા, ઓસ્ટ્રેલિયા તરફથી અત્યારે ક્રિઝ પર ટ્રેવિસ હેડ અને મેથ્યૂ કૂહેનમેન રમી રહ્યાં છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમ હજુ ભારતથી 88 રન પાછળ ચાલી રહી છે. ચોથી ટેસ્ટનો ચોથો દિવસ સંપૂર્ણ રીતે ભારતીય ટીમની પક્ષમાં રહ્યો હતો.

  


ચોથા દિવસની વાત કરીએ તો....
ભારતીય ટીમે બેટિંગમાં શાનદાર દમ બતાવ્યો છે. બેટિંગ દરમિયાન 9 વિકેટના નુકશાને કુલ 571 રન બનાવી લીધા હતા. વિરાટ કોહલીએ ચોથા દિવસે શાનદાર બેટિંગ કરતાં 186 રનોની ઇનિંગ રમી હતી. વિરાટે આ ઇનિંગમાં કુલ 364 બૉલનો સામનો કર્યો હતો, જેમાં 15 ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ ઉપરાંત ભારત તરફથી ચોથા દિવસે અક્ષર પટેલે શાનદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ હતુ, અક્ષરે 79 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત શ્રીકર ભરતે 44 રન અને રવિન્દ્ર જાડેજાએ 28 રન બનાવ્યા હતા. 


ભારતની ઇનિંગની જો વાત કરીએ તો....
પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમમાંથી બે મોટી ઇનિંગ જોવા મળી, પહેલા શુભમન ગીલે શાનદાર બેટિંગ કરતાં 235 બૉલમાં 1 છગ્ગો અને 12 ચોગ્ગા સાથે 128 રનની ઇનિંગ રમી હતી. આ પછી વિરાટે શાનદાર 186 રન બનાવ્યા હતા, જોકે, બેવડી સદીથી ચૂકી ગયો હતો, ખાસ વાત છે કે, ભારત તરફથી શ્રેયસ અય્યર પીઠના દુઃખાવાના કારણે બેટિંગ કરવા ન હતો આવ્યો. 


ભારત તરફથી સૌથી રનોની વાત કરીએ તો, સૌથી વધુ વિરાટે કોહલી 186 રન, શુભમન ગીલ 128 રન, અક્ષર પટેલ 79 રન, શ્રીકર ભરત 44 રન, ચેતેશ્વર પુજારા 42 રન, અને રવિન્દ્ર જાડેજાએ 28 રન બનાવ્યા હતા. 


ઓસ્ટ્રેલિયન બૉલિંગ -
અમદાવાદની પીચ પર ફરી એકવાર સ્પીનરોનો જાદુ જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગની બૉલિંગ દરમિયાન સ્પીનરોએ સૌથી વધુ વિકેટો પોતાના નામે કરી. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયૉન 3 અને ટૉડ મર્ફી 3 વિકેટ લેવામાં સફળ રહ્યાં હતા. આ ઉપરાંત કૂહેનમેન અને સ્ટાર્કને 1-1 વિકેટ મળી શકી હતી.