નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પરથી ફરી એકવાર ખરાબ સમાચાર સામે આવ્યા છે. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાયેલી પહેલી ટેસ્ટ મેચ દરમિયાન અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાને લઇને ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરિલ મિશેલ પર મેચ ફીસના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આઇસીસીએ રવિવારે આની જાણકારી આપી.

વેસ્ટ ઇન્ડિઝ અને વચ્ચે ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. મેચમાં જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગની 62મી ઓવરમાં એવી ઘટના ઘટી જેના કારણે મિશેલને દંડની સજાનો સામનો કરવો પડ્યો હતો. ખરેખરમાં 62મી ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝને કેપ્ટન જેસન હોલ્ડર બેટિંગ દરમિયાન પીચની વચ્ચે દોડી રહ્યો હતો, ત્યારે આ વાતને લઇને બૉલિંગ કરી રહેલો મિશેલ ગિન્નાયો અને હોલ્ડર સાથે મેદાનમાં જ ગાળા ગાળી કરવા લાગ્યો હતો. આ ઘટનાને લઇને મિશેલને આઇસીસીની આચાર સંહિતાની કલમ 2.3નો દોષી ઠેરવવામાં આવ્યો અને તેના પર દંડ ફટકારવામાં આવ્યો હતો.

(ફાઇલ તસવીર)

સાથે આઇસીસીએ મિશેલને અનુશાસન રેકોર્ડમાં એક ડિમેરિટ પૉઇન્ટ જોડી દીધો છે. જ્યારે કોઇ ખેલાડી 24 મહિનાની અંદર ચાર કે તેથી વધુ ડિમેરિટ પૉઇન્ટ મેળવી લે છે તો તેને સસ્પેન્ડ થવાનો વારો આવે છે. જોકે, મેચ બાદ ઓલરાઉન્ડર મિશેલે પોતાની ભૂલની માફી માંગી લીધી હતી. જેથી હવે તેના પર કોઇ ઔપચારિક કાર્યવાહીની જરૂર નહીં પડે.

નોંધનીય છે કે વેસ્ટ ઇન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ વેલિગ્ટનમાં શુક્રવારે રમાશે. મિશેલ ન્યૂઝીલેન્ડ તરફથી બે ટેસ્ટ મેચ, 12 ટી20 મેચ રમી છે.

(ફાઇલ તસવીર)