ODI WC 2023: દક્ષિણ આફ્રિકન ટીમે આ ​​વર્ષે (2023) રમાનારા ODI વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય કરી લીધુ છે. ODI વર્લ્ડ કપ 2023 માટે કુલ 8 ટીમો ઓટોમેટિક ક્વૉલિફાય થવાની હતી. આમાં યજમાન ભારત સહિત 7 ટીમો પહેલાથી જ નક્કી હતી. હવે આ લિસ્ટમાં દક્ષિણ આફ્રિકા આઠમી અને છેલ્લી ટીમ બની ગઈ છે. દક્ષિણ આફ્રિકા માટે આયર્લેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ વનડેથી ક્વૉલિફાય થવાનો રસ્તો ખુલી ગયો હતો. 


આયર્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઇ ગઇ હતી. આ મેચ રદ્દ થવી એ દક્ષિણ આફ્રિકા માટે વરદાન સાબિત થઈ હતી. જો બાંગ્લાદેશ અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ વનડે સીરીઝમાં આયર્લેન્ડ ત્રણેય વનડે મેચ જીતી ગયું હોત તો આયર્લેન્ડની ટીમ ઓટોમેટિકલી વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય જતી, પરંતુ આવુ બન્યું નહીં. દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપ ક્વૉલિફિકેશન સમયગાળામાં નેધરલેન્ડ સામે પોતાની છેલ્લી બે વનડે રમી હતી અને આ બંનેમાં જીત મેળવી હતી.


ભારતમાં રમાનાર ODI વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે. આમાં 8 ટીમોને પહેલાથી જ ક્લિયર છે. વળી, બે ટીમો ક્વૉલિફાયર રાઉન્ડ મારફતે ટૂર્નામેન્ટમાં જોડાશે. ક્વૉલિફાઈંગ ટીમોમાં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા જેવી ટીમો સામેલ છે. 2022માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાએ ક્વૉલિફાઈંગ મેચ રમવાની હતી. જોકે, ત્યારે શ્રીલંકા ક્વૉલિફાય થઈ ગયું હતું અને વેસ્ટ ઈન્ડિઝ બહાર થઈ ગયું હતું.


સુપર લીગમાં સ્પષ્ટ થઇ 8 ટીમોની તસવીર  
ICCએ 10 ટીમ માટે ODI વર્લ્ડ કપ માટેની ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગની શરૂઆત કરી હતી. આ લીગમાં કુલ 13 ટીમો સામેલ થઇ હતી. જેમાં ટોપ-8 ટીમો ઓટોમેટિક વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ જશે. સુપર લીગમાં ન્યૂઝીલેન્ડ પ્રથમ, ઈંગ્લેન્ડ બીજા, ભારત ત્રીજા, બાંગ્લાદેશ ચોથા, પાકિસ્તાન પાંચમા, ઓસ્ટ્રેલિયા છઠ્ઠા, અફઘાનિસ્તાન સાતમા અને દક્ષિણ આફ્રિકા આઠમા સ્થાને આવી છે.


 


ક્યારે શરૂ થશે ટુર્નામેન્ટ









ભારત-પાકિસ્તાનની વર્લ્ડકપમાં છેલ્લે ક્યારે થઈ હતી ટક્કર


ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ODI મેચ રમાઈ હતી. ભારતે ડકવર્થ લુઈસના નિયમ અનુસાર આ મેચ 89 રને જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 336 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાન સામે 40 ઓવરમાં માત્ર 212 રન જ થયા હતા. વરસાદના કારણે તેમને 302 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ભારત તરફથી રોહિત શર્માએ 140 રનની યાદગાર ઇનિંગ રમી હતી.