Afghanistan Cricket Team, ODI World Cup 2023:  અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા વન-ડે વર્લ્ડ કપ 2023 માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં અફઘાનિસ્તાન ક્રિકેટે પૂર્વ ભારતીય દિગ્ગજ અજય જાડેજાને ભારતમાં રમાનાર વન-ડે વર્લ્ડ કપ માટે ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કર્યા છે. 2015 અને 2019 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન તરફથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું, જેના કારણે બોર્ડે આ વર્લ્ડ કપ માટે આ નિર્ણય લીધો હતો.


2019 વર્લ્ડ કપમાં તમામ મેચ હારી હતી ટીમ


અફઘાનિસ્તાન 2019 વન-ડે વર્લ્ડ કપમાં તમામ મેચ હારી ગયું હતું. ટીમે 9 મેચ રમી, જેમાં ટીમ એક પણ જીતી શકી ન હતી. અગાઉ, 2015 વન-ડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન કુલ 6 મેચ રમ્યું હતું, જેમાં ટીમ 5 હારી હતી અને માત્ર 1 જીતી હતી. આવી સ્થિતિમાં આ વખતે ટીમ ચોક્કસપણે આગામી વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરવા માંગશે.


5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે


ભારત દ્ધારા આયોજિત થનારો વન-ડે  વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. અફઘાનિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 7 ઓક્ટોબરે ધર્મશાલામાં બાંગ્લાદેશ સામે રમશે. ત્યારબાદ અફઘાન ટીમની બીજી મેચ 11 ઓક્ટોબરથી દિલ્હીમાં ભારત સામે થશે.


અજય જાડેજા 1996નો વર્લ્ડ કપ રમ્યો હતો


અજય જાડેજા 1996ના વર્લ્ડ કપમાં ભારત તરફથી રમ્યો હતો. આવી સ્થિતિમાં તે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. અજયે ભારત માટે 15 ટેસ્ટ અને 196 વનડે રમી છે. તેણે ટેસ્ટની 24 ઇનિંગ્સમાં 576 રન બનાવ્યા જેમાં 4 અડધી સદી સામેલ છે. આ સિવાય વનડેની 179 ઇનિંગ્સમાં તેણે 6 સદી અને 30 અડધી સદીની મદદથી 5359 રન બનાવ્યા છે. તેણે 1992 થી 2000 વચ્ચે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી હતી.


આઇસીસી ક્રિકેટનો વનડે વર્લ્ડકપ શરૂ થઇ રહ્યો છે, આ વર્લ્ડકપ 2023 ભારતમાં રમાઇ રહ્યો છે. તમામ ટીમોના સભ્યો આ ટૂર્નામેન્ટ માટે તૈયારીઓ કરી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે આઇસીસીનું વનડે વર્લ્ડકપ 2023નું પૉસ્ટર સામે આવ્યુ છે, ખુદ આઇસીસીએ પૉસ્ટર ફોટોને પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શેર કર્યુ છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યું છે.  વાયરલ થયેલા આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 (WC 2023)ના પૉસ્ટરમાં તમામ ટીમોના કેપ્ટનો દેખાઇ રહ્યાં છે. 10 ટીમોના કેપ્ટનો વર્લ્ડકપ 2023ની ટ્રૉફીની આસપાસ છે