World Cup 2023 NED vs AUS: વર્લ્ડ કપ 2023ની 24મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ બુધવારે શાનદાર પ્રદર્શન કર્યું અને એકતરફી જીત નોંધાવી. નેધરલેન્ડની ટીમે પ્રથમ કેટલીક ઓવરો બાદ સ્પર્ધામાંથી બહાર દેખાવાનું શરૂ કર્યું. નેધરલેન્ડની ટીમ 21 ઓવરમાં 90 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.  વિક્રમજીત સિંહે સર્વાધિક 25 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ 8 રનમાં 4 વિકેટ લીધી હતી. મિચેલ માર્શને 2 તથા સ્ટાર્ક, હેઝલવુડ અને પેટ કમિંસને 1-1 સફળતા મળી હતી.


વોર્નર-મેક્સવેલે ફટકારી સદી


ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 399 રન બનાવ્યા હતા. વોર્નરે 104 રન, મેક્સવેલે 106 રન, સ્ટીવ સ્મિથે 71 રન, લાબુશેને 62 રન બનાવ્યા હતા. વાન બિકે 74 રનમાં 4 તથા બેસ લીડે 115 રનમાં 2 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયન ખેલાડી મેક્સવેલની ઈનિંગ નેધરલેન્ડના બોલરો માટે દુઃસ્વપ્નથી ઓછી ન હતી. મેક્સવેલે 44 બોલનો સામનો કરીને 106 રન બનાવ્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. મેક્સવેલે દિલ્હીમાં તોફાની બેટિંગ કરી અને વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી. તેણે 40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી વોર્નરે પણ સદી ફટકારી હતી. ઓપનર તરીકે તેણે 93 બોલનો સામનો કર્યો અને 104 રન બનાવ્યા. વોર્નરની આ ઇનિંગમાં 11 ફોર અને 3 સિક્સ સામેલ હતી. સ્ટીવ સ્મિથે 71 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 68 બોલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. લાબુશેને 47 બોલમાં 62 રન બનાવ્યા હતા. પેટ કમિન્સ 12 રન બનાવીને અણનમ રહ્યો હતો. મિચેલ માર્શ 9 રન બનાવીને આઉટ થયો હતો. 




ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો બાદ બોલરોએ મચાવ્યો કહેર


કાંગારૂ ટીમના બેટ્સમેનો બાદ બોલરોએ પણ નેધરલેન્ડ પર પ્રભુત્વ જમાવ્યું હતું. સ્પિનર ​​એડમ ઝમ્પાએ 3 ઓવરમાં માત્ર 8 રન આપીને 4 વિકેટ લીધી હતી. મિશેલ માર્શે 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી હતી. પેટ કમિન્સે 4 ઓવરમાં 14 રન આપીને એક વિકેટ લીધી હતી. જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્કે પણ એક-એક વિકેટ લીધી હતી.


વનડેમાં સૌથી મોટી જીત  


317 - IND vs SL, ત્રિવેન્દ્રમ 2023


309 - AUS વિ NED, દિલ્હી, 2023


304 - ZIM વિ UAE, હરારે, 2023


290 - NZ vs IRE, Aberdeen 2008


275 - AUS vs AFG, પર્થ 2015 (WC)


ODIમાં નેધરલેન્ડ માટે સૌથી ઓછો સ્કોર


80 વિ વેસ્ટ ઈન્ડિઝ, ડબલિન, 2007


86 વિ શ્રીલંકા, કોલંબો, 2002


90 વિ ઓસ્ટ્રેલિયા, દિલ્હી, 2023


91 વિ બર્મુડા, બેનોની, 2006