IND Vs SA, Innings Highlights:  ભારતે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 101 રન બનાવીને અણનમ રહ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ 15 બોલમાં 29 રનની અણનમ ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યરે પણ 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી.   કોહલી પોતાના જન્મદિવસ પર વર્લ્ડ કપમાં સદી ફટકારનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો બેટર બની ગયો છે. પાવરપ્લેની શરૂઆતની ઓવરોમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે વિસ્ફોટક બેટિંગ કરી હતી. રોહિત-ગિલની જોડીએ 5 ઓવરમાં 61 રન બનાવ્યા હતા. ટીમે 62 રનના સ્કોર પર કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. અહીં રોહિત 24 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો.


 



વિરાટની ઐતિહાસિક સદી



વિરાટ કોહલીએ 119 બૉલમાં સદી ફટકારી હતી. આ તેની વનડે કારકિર્દીની 49મી સદી હતી. આ બાબતમાં તેને મહાન બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન સચિન તેંદુલકરની બરાબરી કરી હતી. સચિને વનડેમાં પણ 49 સદી ફટકારી છે. સચિને 452 વનડે ઇનિંગ્સમાં આ કર્યું હતું, જ્યારે વિરાટે તેની 277મી વનડે ઇનિંગ્સમાં 49 સદી ફટકારી છે. આમાં ખાસ વાત એ હતી કે આજે તેને આ પરાક્રમ તેના જન્મદિવસ પર સદી ફટકારીને કર્યુ છે. આ વર્લ્ડકપમાં આ તેની બીજી સદી હતી.


વનડેમાં સૌથી વધુ સદી



49 વિરાટ કોહલી (277 ઇનિંગ્સ)
49 સચિન તેંદુલકર (452 ​​ઇનિંગ્સ)
31 રોહિત શર્મા (251 ઇનિંગ્સ)
30 રિકી પોન્ટિંગ (365 ઇનિંગ્સ)
28 સનથ જયસૂર્યા (433 ઇનિંગ્સ)



વિરાટ કોહલીએ ભારતમાં તેની 119મી મેચની 116મી ઇનિંગમાં આ ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. આ દરમિયાન તેણે ભારતની ધરતી પર 22 સદી ફટકારી છે. વિરાટ કોહલીનું બેટ જોરદાર ચાલી રહ્યું છે. વિરાટ કોહલીએ આફ્રિકન ટીમ સામે પણ પોતાના બેટથી  આ ખાસ રેકોર્ડ બનાવ્યો છે.તે સચિન તેંડુલકર પછી વિશ્વ ક્રિકેટમાં બીજો બેટ્સમેન છે જેણે ઘરઆંગણે વન ડેમાં 6 હજાર રન પૂરા કર્યા છે. સચિન તેંડુલકરે પણ ભારતની ધરતી પર રમતા ODIમાં 6 હજાર રન બનાવ્યા હતા. સચિનના નામે ભારતીય ધરતી પર 6976 રન છે.


તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી વર્તમાન ODI વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. તેના જન્મદિવસને ધ્યાનમાં રાખીને ઈડન ગાર્ડનમાં પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. મેચની શરૂઆત પહેલા કોહલીના ફેન્સ પણ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ અત્યાર સુધી શાનદાર ફોર્મમાં છે. તેણે અત્યાર સુધી 7 મેચ જીતી છે. આ ટીમ આ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ભારતીય ટીમનું શાનદાર ફોર્મ જોઈને ચાહકોને પૂરી આશા છે કે આ વખતે ભારત 2011 પછી ત્રીજી વખત ODI વર્લ્ડ કપ જીતશે. જો વિરાટ કોહલીનું બેટ આવું જ ચાલતું રહેશે તો ભારતનું સપનું ચોક્કસપણે સાકાર થશે. 


ભારત પ્લેઇંગ-11


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.


સાઉથ આફ્રિકા પ્લેઇંગ-11


 ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાસી વાન ડેર ડ્યુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સન, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, કાગીસો રબાડા, લુંગી એન્ગિડી.