SA vs NED:  ધર્મશાળામાં દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડનો મુકાબલો રમાઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બોલિંગનો ફેંસલો કર્યો હતો.  પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડે એક સમયે માત્ર 82 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારપછી એવું લાગતું હતું કે નેધરલેન્ડની ટીમ 150 સુધી જ સ્કોર કરી શકશે, પરંતુ સ્કોટ એડવર્ડ્સ અને રોલ્ફ વાન ડેર મર્વેએ આઠમી વિકેટ માટે 64 રનની ભાગીદારી નોંધાવી હતી. રનની તોફાની ભાગીદારી કરીને મેચનો પલટો ફેરવી નાખ્યો હતો. કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે 69 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 78 રન બનાવ્યા હતા. જ્યારે રોલ્ફ વાન ડેર મર્વે 19 બોલમાં 29 રનની ઇનિંગ રમી હતી અને આર્યન દત્તે માત્ર 9 બોલમાં 23 રનની અણનમ ઇનિંગ રમી હતી. નેધરલેન્ડના બેટ્સમેનોએ અંતિમ 9 ઓવરમાં 104 ફટકાર્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી એનગિડી, માર્કો યાનસેન અને કાગિસો રબાડાએ બે-બે વિકેટ લીધી હતી.


નેધરલેન્ડ પ્લેઈંગ ઈલેવન:


વિક્રમજીત સિંહ, મેક્સ ઓ'ડાઉડ, કોલિન એકરમેન, બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, સ્કોટ એડવર્ડ્સ (વિકેટમાં/કેપ્ટન), સિબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, રોલોફ વાન ડેર મેર્વે, લોગન વાન બીક, આર્યન દત્ત, પોલ વાન મીકરેન.


દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન


સાઉથ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક (કપ્તાન), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સન, કાગીસો રબાડા, કેશવ મહારાજ, લુંગી એનગિડી, ગેરાલ્ડ કોએત્ઝી.


દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.  દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડા ODI ફોર્મેટમાં સૌથી ઓછી મેચોમાં 150 વિકેટ લેનારો દક્ષિણ આફ્રિકાનો ત્રીજો બોલર બની ગયો છે. કગીસો રબાડાએ 95 વનડે મેચમાં 150 વિકેટનો આંકડો પાર કર્યો. કગીસો રબાડાએ નેધરલેન્ડના બેટ્સમેન વિક્રમજીત સિંહને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. રબાડાએ 95 વનડે મેચમાં આ આંકડો પાર કરી એક મોટો રેકોર્ડ પોતાના નામે બનાવ્યો છે. જ્યારે આ પહેલા દક્ષિણ આફ્રિકાના પૂર્વ બોલર એલન ડોનાલ્ડ, મોર્ને મોર્કેલ અને ઈમરાન તાહિરે 89 મેચમાં 150 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. આ સિવાય કગીસો  રબાડા અને ડેલ સ્ટેને 95-95 મેચમાં 150 વિકેટ પૂરી કરી હતી. કગીસો રબાડાની વનડે કારકિર્દી પર નજર કરીએ તો આ ખેલાડીએ 89 મેચમાં 151 વિકેટ ઝડપી છે. કગીસો રબાડાની એવરેજ 27.14 રહી છે. આ સિવાય ODI ફોર્મેટમાં કગીસો રબાડાની ઈકોનોમી 5.07 રહી છે. સાથે જ આ ફાસ્ટ બોલરનો સ્ટ્રાઈક રેટ 32.18 છે. ODI ફોર્મેટમાં, કગીસો રબાડાએ બે વખત એક મેચમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. જ્યારે શ્રેષ્ઠ બોલિંગ ફિગર 16 રનમાં 6 વિકેટ છે.