Sehar Shinwari On IND vs BAN: ગયા શનિવારે (14 ઓક્ટોબર) વન-ડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનને ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. આ હાર બાદ પાકિસ્તાનીઓ એકદમ નિરાશ દેખાયા હતા, જેમાં અભિનેત્રી Sehar Shinwari પણ સામેલ હતી. હવે પાકિસ્તાની અભિનેત્રીએ ભારતીય ટીમને હરાવવા માટે બાંગ્લાદેશી ખેલાડીઓને મોટી ઓફર આપી છે.                               


ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટની આગામી એટલે કે ચોથી મેચ બાંગ્લાદેશ સામે ગુરુવાર, 19 ઓક્ટોબરે પુણેના સ્ટેડિયમમાં રમશે. આ મેચ પહેલા પાકિસ્તાની અભિનેત્રીએ તેના દ્વારા બાંગ્લાદેશના ખેલાડીઓને ઓફર કરી હતી.                      






ભારત સામે પાકિસ્તાનની હારના બીજા દિવસે (15 ઓક્ટોબર) પાકિસ્તાની અભિનેત્રીએ લખ્યું હતું કે  “ઇન્શાલ્લાહ મારા બંગાળી ભાઇઓ આગામી મેચમાં અમારો બદલો લેશે. જો બાંગ્લાદેશની ટીમ ભારતને હરાવવામાં સફળ થશે તો હું ઢાકા જઈશ અને બાંગ્લાદેશના ખેલાડીઓ સાથે ‘ફિશ ડિનર ડેટ’ પર જઇશ.                      


ટીમ ઈન્ડિયાએ જીતની હેટ્રિક લગાવી છે                    


નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં પ્રથમ ત્રણેય મેચ જીતી છે. ભારતે ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ચેન્નઈમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. આ પછી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી બીજી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ ત્રીજી મેચમાં ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. નોંધનીય છે કે ભારતે ત્રણેય મેચ રનનો પીછો કરીને જીતી છે. હવે ટીમે બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ સામે આગામી મેચ રમવાની છે.