World Cup Online Tickets: ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. BCCI આગામી વર્લ્ડ કપના આગામી તબક્કા માટે અંદાજે 4 લાખ ટિકિટો વેચશે. આ રીતે ક્રિકેટ ચાહકો ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. બીસીસીઆઈએ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. આ અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે વર્લ્ડ કપની ટિકિટોની ઘણી માંગ છે. આ પછી અમે અંદાજે 4 લાખ વધુ ટિકિટ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.
BCCIએ ટિકિટોની સંખ્યા કેમ વધારી?
બીસીસીઆઈએ કહ્યું કે સ્ટેટ એસોસિએશન અને સંબંધિત લોકો સાથે ચર્ચા કર્યા બાદ અમે ટિકિટની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. આ કારણોસર, આગામી તબક્કામાં અમે અંદાજે 4 લાખ ટિકિટ ઓનલાઈન વેચવા જઈ રહ્યા છીએ. વધુમાં લખ્યું છે કે બને તેટલા ક્રિકેટ ચાહકો વર્લ્ડ કપની મેચ જોવા માટે મેદાન પર પહોંચે તેવો અમારો પ્રસાય છે. આ કારણોસર અમે આ નિર્ણય લીધો છે. આ ટિકિટોનું ઓનલાઈન બુકિંગ 8 સપ્ટેમ્બરથી શરૂ થશે.
વર્લ્ડ કપ મેચની ટિકિટ ઓનલાઈન કેવી રીતે બુક કરવી?
ક્રિકેટ ચાહકો https://tickets.cricketworldcup.com પર ઓનલાઈન ટિકિટ બુક કરી શકે છે. આ ટિકિટો 8મી સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યાથી ઉપલબ્ધ થશે. ટિકિટ બુકિંગનો આ બીજો તબક્કો હશે. જો આ પછી ત્રીજા તબક્કા માટે ટિકિટ બુકિંગ થશે, તો તે ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે. નોંધનીય છે કે 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં મેચ રમાશે. તે જ સમયે, આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયા
વર્લ્ડકપ 2023 માટે 15 સભ્યોની ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં 4 ગુજરાતી ખેલાડીનો સમાવેશ કરાયો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમનો વાઇસ કેપ્ટન બનાવાયો છે.
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ