PAK vs NZ World Cup Warm Up Match: વનડે વર્લ્ડકપ 2023 પહેલા વૉર્મ-અપ મેચો રમવાની છે, જે શુક્રવાર સપ્ટેમ્બર 29 થી શરૂ થશે. વર્લ્ડકપ પહેલા તમામ ટીમો 2-2 પ્રેક્ટિસ મેચ રમશે. પાકિસ્તાનની ટીમ તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ ન્યૂઝીલેન્ડ સામે હૈદરાબાદમાં રમશે, પરંતુ દર્શકો સ્ટેડિયમમાંથી પાકિસ્તાનની આ પ્રથમ વૉર્મ-અપ મેચ જોઈ શકશે નહીં. ખરેખરમાં બીસીસીઆઈ સાથે માહિતી શેર કરવામાં આવી હતી કે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વૉર્મ-અપ મેચ સ્ટેડિયમમાં દર્શકો વિના રમાશે.
બીસીસીઆઈએ એડવાઈઝરી જાહેર કરીને કહ્યું કે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 29 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં રમાનાર વૉર્મ-અપ મેચ સ્થાનિક સુરક્ષા એજન્સીઓની સલાહ પર બંધ દરવાજા પાછળ રમાશે. હૈદરાબાદમાં રમાઈ રહેલી મેચ તહેવાર સાથે સુસંગત છે અને તે દિવસે શહેરમાં ભારે ભીડ એકત્ર થવાની અપેક્ષા છે. મેચની ટિકિટ ખરીદનારા દર્શકોને પૈસા પરત કરવામાં આવશે.
એટલે કે તહેવારને કારણે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની વૉર્મ-અપ મેચ સ્ટેડિયમમાં દર્શકો વગર રમાશે. દર્શકો સ્ટેડિયમમાંથી મેચની મજા માણી શકશે નહીં. જો કે આ માત્ર એક મેચ માટે છે, દર્શકો સ્ટેડિયમમાં જઈને બાકીની તમામ મેચ જોઈ શકશે. આ પછી પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે 3 ઓક્ટોબરે હૈદરાબાદમાં બીજી વોર્મ-અપ મેચ રમશે.
વર્લ્ડકપમાં નેધરલેન્ડ્સની વિરૂદ્ધ થશે પાકિસ્તાનની શરૂઆત -
નોંધનીય છે કે, પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપની પોતાની પ્રથમ મેચ 6 ઓક્ટોબર, શુક્રવારે નેધરલેન્ડ સામે રમશે. બંને વચ્ચેની આ મેચ હૈદરાબાદમાં રમાશે. આ પછી પાકિસ્તાનની બીજી મેચ પણ હૈદરાબાદમાં યોજાશે. ટીમનો બીજો મુકાબલો મંગળવારે 10 ઓક્ટોબરે શ્રીલંકા સામે થશે. ત્યારબાદ 14 ઓક્ટોબરે ભારત સામે રમાનાર મેચ માટે પાકિસ્તાન અમદાવાદ આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી શાનદાર મેચને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.
પાકિસ્તાનના ખેલાડીઓ ક્યારે ભારત પહોંચશે?
જો કે વિઝા મળ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ 27 સપ્ટેમ્બરે હૈદરાબાદ પહોંચશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિઝામાં વિલંબને કારણે PCB ખૂબ જ નારાજ હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીને કહ્યું હતું કે વિઝામાં વિલંબને કારણે ટીમની વર્લ્ડ કપની તૈયારીઓ પ્રભાવિત થઈ રહી છે.
પીસીબીએ આઇસીસીને કરી હતી ફરિયાદ
વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો કાર્યક્રમ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ હૈદરાબાદમાં વોર્મ અપ મેચ રમશે. આ પછી ટીમ નેધરલેન્ડ સામેની મેચથી તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે 6 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં મેચ રમાવાની છે. પાકિસ્તાનની ટીમ 10 ઓક્ટોબરે હૈદરાબાદમાં શ્રીલંકા સામે તેની બીજી વર્લ્ડ કપ મેચ રમશે. જ્યારે ત્રીજી મેચ ભારતીય ટીમ સામે 14 ઓક્ટોબરે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.