Covid-19: સાઉથ આફ્રિકાના એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે સ્થગિત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Dec 2020 05:02 PM (IST)
સાઉથ આફ્રિકાના એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ વનડે મેચ સ્થગિત કરવામાં આવી છે.
ફાઈલ તસવીર
સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ત્રણ વન ડે સીરિઝની પ્રથમ મેચ કેપટાઉન ખાતે રમાવવાની હતી. સાઉથ આફ્રિકાના એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ વનડે મેચ સ્થગિત કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે હવે 6, 7 અને 9 ડિસેમ્બરના રોજ ત્રણેય વનડે રમાશે. બંને ટીમો અત્યારે ફરી હોટલમાં પરત ફરી છે. ઈંગ્લેન્ડની ટીમ છેલ્લા કેટલાક મહિનાઓથી વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ રમીને સાઉથ આફ્રિકા આવી છે. જ્યારે સાઉથ આફ્રિકા કોરોનાના સંકટમાં પ્રથમ વખત કોઈ અંતરરાષ્ટ્રીય ક્રિકેટ સીરીઝ રમી રહ્યું છે.