ટ્રેનિંગના પહેલા દિવસે ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર સ્ટૂઅર્ટ બ્રોડ અને આર્ચરે પ્રેક્ટિસ કરી, બ્રોડે ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં પ્રાઇવેટ ટ્રેનિંગ કરી. ખેલાડીઓ હાલ પોતાના ફિઝીઓની સાથે અભ્યાસ કરી રહ્યાં છે.
સ્ટૂઅર્ટ બ્રોડે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બૉલિંગ કરતાં એક વીડિયો પૉસ્ટ કર્યો છે, તેને લખ્યું- આને સંભવ બનવવા માટે પદડા પાછળ ખુબ મહેનત કરવામાં આવી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ અને ટ્રેન્ટ બ્રિજના જે લોકો આમાં સામેલ છે, તેમનો આભાર...
ખાસ વાત છે કે, સ્ટૂઅર્ટ બ્રોડ બે મહિનાના વિરામ બાદ મેદાન પર પરત ફર્યો છે, ઇંગ્લેન્ડના ટેસ્ટ ક્રિકેટના નંબર બે બૉલરે કહ્યું- મને સારુ લાગ્યુ, અહીં આવીને બૉલિંગ કરવાનો અનુભવ, ખુબ ગમ્યો.
નોંધનીય છે કે કૉવિડ-19ના કારણે માર્ચના મધ્યથી જ ક્રિકેટ રોકાઇ ગઇ હતી, હવે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને પ્રાઇવેટ અભ્યાસ કરવાની મંજૂરી આપી દીધી છે. ડેલી મેઇલના રિપોર્ટ અનુસાર, ખેલાડીઓને સતત હાથ ધોવા, બે મીટરની દુરી રાખવાનુ કહેવામાં આવ્યુ છે. એટલુ જ નહીં ક્રિકેટરોને બૉલ પર પરસેવો કે લાળ લગાવવાની પણ ના પાડી દેવામાં આવી છે.