શું હવે ICCના ચેરમેન બનવાની તૈયારી કરી રહ્યા છે સૌરવ ગાંગુલી? આ દિગ્ગજ ખેલાડીએ કર્યો ઇશારો
આઈસીસીના વર્તમાન ચેરમેન શશાંક મનોહર છે, જે ભારતથી જ છે. તેમણે ડિસેમ્બરમાં જ કહ્યું હતું કે, જ્યારે તેમનો કાર્યકાળ સમાપ્ત થશે ત્યારે તે ફરીવાર ચૂંટણી નહીં લડે.
Continues below advertisement

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના હાલના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને વિશ્વના સૌથી શ્રેષ્ઠ કેપ્ટનમાં સ્થાન આપવામાં આવે છે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષતી વધારે સમયથી ક્રિકેટ પ્રશાસનમાં પણ ગાંગુલી ભૂમિકા ભજવી રહ્યા છે અને અહીં પણ તેને સારું કામ કર્યું છે. એવામાં હવે ગાંગુલીને આઈસીસીના અધ્યક્ષ બનાવવાને લઈને અવાજ ઉઠવા લાગ્યા છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા ડાયરેક્ટર ગ્રીમ સ્મિથે ગાંગુલીને આઈસીસી અધ્યક્ષ બનાવવાનું સમર્થન કર્યું છે.
ક્રિકેટરને આ રોલમાં જોવું શાનદાર
સાઉથ આફ્રીકના પૂર્વ કેપ્ટન સ્મિથે કહ્યું કે, એક ક્રિકેટરને આ રોલમાં જોવાનું શાનદાર રહેશે. તેમણે કહ્યું, “મારી દૃષ્ટિએ ગાંગુલી જેવા ક્રિકેટરને આઈસીસના પ્રમુખ બનાવવાના શાનદાર રહેશે. મને લાગે છે કે, આ રમત માટે સારું રહેશે. તે તેને સારી રીતે સમજેછે અને તેને હાઈ લેવલની ક્રિકેટ રમ્યું છે.”
આ પૂર્વ કેપ્ટને કહ્યું કે, ‘એ ખૂબ જરૂરી છે કે, કોઈ યોગ્ય વ્યક્તિ જ આઈસીસીનો ચીફ બને. કોવિડ બાદ ક્રિકેટને મજબૂત નેતૃત્વની જરૂરિયાત હશે અને આવામાં અહીં કોઈ એવું વ્યક્તિ હોવું જોઈએ, જે આધુનિક રમતની નજીક હોય, જેના નેતૃત્વથી રમતને યોગ્ય દિશા મળી શકે.’
સ્ટીવ સ્મિથની પહેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ડેવિડ ગૉવરે પણ સૌરવ ગાંગુલીને જ આઈસીસીના આગામી ચેરમેનના રૂપમાં પોતાની પંસદ ગણાવ્યા હતા. ગૉવરે કહ્યું હતું કે, ગાંગુલી પાસે ICCનું નેતૃત્વ કરવા માટે જરૂરી ‘રાજકીય કુશળતા’ છે. તેમણે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ રૂપે પોતાને પહેલા જ સાબિત કરી દીધા છે, જે ‘ખૂબ જ મુશ્કેલ કામ’ છે.
અત્યારે આઈસીસીના વર્તમાન ચેરમેન શશાંક મનોહર છે, જે ભારતથી જ છે. તેમણે ડિસેમ્બરમાં જ કહ્યું હતું કે, જ્યારે તેમનો કાર્યકાળ સમાપ્ત થશે ત્યારે તે ફરીવાર ચૂંટણી નહીં લડે.
Continues below advertisement