Shoaib Akhtar On IND vs BAN Match: ભારતીય ટીમે એડિલેડમાં બાંગ્લાદેશને ગઇકાલે રમાયેલી મેચમાં 5 રનથી હરાવી દીધુ. મેચમાં વરસાદ પડતાં મેચ અટકાવી દેવામાં આવી હતી, જોકે, બાદમાં મેચ શરૂ થઇ ત્યારે બાંગ્લાદેશની ટીમને ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે 16 ઓવરમાં 151 રનોનો ટાર્ગેટ મળ્યો હતો, બાંગ્લાદેશ મજબૂત સ્થિતિમાં હતી, છતાં રન ચેઝ ન હતી કરી શકી, ટીમ 16 ઓવરમા 6 વિકેટો ગુમાવીને માત્ર 145 રન જ કરી શકી હતી. આ સાથે જ ટીમ ઇન્ડિયાને કરો યા મરો મેચમાં જીત હાંસલ થઇ હતી. બાંગ્લાદેશની હાર અને ટીમ ઇન્ડિયાની જીત પર હવે પાકિસ્તાની દિગ્ગજ શોએબ અખ્તરે ખાસ ટ્વીટ કર્યુ છે, જેમાં તેને ટીમ ઇન્ડિયાની પ્રસંશા કરી છે, અને સાથે બાંગ્લાદેશના બેટ્સમેનોને પણ પ્રસંશા કરી છે.


બાંગ્લાદેશી બેટ્સમેનોએ વરસાદ બાદ લય ગુમાવી દીધી -
વળી, ભારત-બાંગ્લાદેશ મેચ બાદ પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બૉલર શોએબ અખ્તર ટ્વીટ કર્યુ છે. આ ટ્વીટમાં બાંગ્લાદેશની હારનુ કારણ અને ભારતની જીતની પ્રસંશા કરી છે. અખ્તર ટ્વીટમાં લખ્યું- બાંગ્લાદેશે ગજબની રમત બતાવી, પરંતુ વરસાદ બાદ બાંગ્લાદેશી બેટ્સમેનોએ પોતાની લય ગુમાવી દીધી. સાથે જ તેને ભારતીય ટીમની પ્રસંશા કરતા લખ્યું કે ટીમ ઇન્ડિયાના બૉલરોએ વરસાદ બાદ શાનદાર વાપસી કરી. અત્યારે શોએબ અખ્તરનુ આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે. ફેન્સ આના પર જુદીજુદી પ્રતિક્રિયા આપી રહ્યાં છે.




IND vs BAN: રોમાંચક મેચમાં ભારતે બાંગ્લાદેશને 5 રનથી હરાવ્યું, સેમી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની એન્ટ્રી પાક્કી
IND vs BANG, Match Highlights: ટી20 વર્લ્ડ કપમાં આજે એડિલેડમાં રમાયેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 5 રનથી હરાવ્યું છે. વરસાદ પડ્યા બાદ બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ અપાયો હતો. જ્યાં બાંગ્લાદેશની ટીમે 16 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 145 રન જ બનાવ્યા હતા. બાંગ્લાદેશ માટે લિટન દાસે શાનદાર બેટિંગ કરીને 27 બોલમાં 60 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી અર્શદીપ સિંહે અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી હતી. 


આજની મેચમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા ગ્રુપ -2ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. આ સાથે ભારતની સેમી ફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ મજબુત બની ગઈ છે.


કોહલી અને રાહુલની અડધી સદી


પ્રથમ બેટિંગ કરતા ભારતે માત્ર 11 રનના સ્કોર પર રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે આ પછી કેએલ રાહુલે 32 બોલમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે પણ 16 બોલમાં 30 રનની ઝડપી ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ એક છેડો સંભાળી રાખ્યો હતો અને 44 બોલમાં અણનમ 64 રનની ઇનિંગ રમી હતી. સંયુક્ત પ્રયાસથી ભારતીય ટીમે 184 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. કોહલીએ આ વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી અડધી સદી ફટકારી છે.


બાંગ્લાદેશની ધમાકેદાર શરૂઆત, વરસાદે તોડી બેટ્સમેનોની લય


સ્કોરનો પીછો કરતા બાંગ્લાદેશની શરૂઆત ધમાકેદાર રહી હતી. બાંગ્લાદેશે સાત ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 66 રન બનાવ્યા હતા. જેમાંથી 59 રન એકલા લિટન દાસે બનાવ્યા હતા. લિટને માત્ર 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. લિટનની બેટિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે બાંગ્લાદેશની સ્થિતિ મજબૂત બની ગઈ છે, પરંતુ વરસાદના કારણે લગભગ અડધા કલાકના વિરામે બાંગ્લાદેશી બેટ્સમેનોની લય તોડી નાખી હતી. વિરામ બાદ બેટિંગ કરવા આવતા બાંગ્લાદેશે લિટન અને બીજા ઓપનર નઝમુલ હસન શાંતોની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી.


વિરામ પહેલાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 66 રન બનાવનાર બાંગ્લાદેશનો સ્કોર 12 ઓવર પછી ચાર વિકેટ ગુમાવીને 101 રન હતો. સાત રન બાદ વધુ બે બાંગ્લાદેશી બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા અને મેચ પર ભારતની પકડ મજબૂત થઈ હતી. પૂંછડીના બેટ્સમેનોએ છેલ્લી ઓવર સુધી સંઘર્ષ બતાવ્યો, પરંતુ બાંગ્લાદેશને જીત અપાવી શક્યા નહીં