PAK vs AFG Asia Cup 2022 T20: અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચ્યુ પાકિસ્તાન, ભારત એશિયા કપમાંથી બહાર

પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે

gujarati.abplive.com Last Updated: 07 Sep 2022 10:52 PM
18 કલાક બેટરી લાઇફ

Apple Watch Series 8માં 18 કલાકની બેટરી લાઇફ મળશે. આ વખતે ટેમ્પરેચર મોનિટરને કારણે બેટરી વધુ ડ્રેન જશે, તેથી કંપનીએ તેમાં લો પાવર મોડ આપ્યો છે. સેલ્યુલર મોડલમાં ઇન્ટરનેશનલ રોમિંગનું પણ ફિચર આપવામાં આવશે.

પાકિસ્તાનની ત્રીજી વિકેટ પણ પડી

પાકિસ્તાનની ત્રીજી વિકેટ પણ પડી છે. મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ અને ઝમાન આઉટ થયા હતા. રિઝવાન 20 રન બનાવી આઉટ થયો હતો. 

પાકિસ્તાનને જીતવા માટે 130 રનનો ટાર્ગેટ આપ્યો

અફઘાનિસ્તાને પાકિસ્તાનને જીતવા માટે 130 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને છ વિકેટે 129 રન બનાવ્યા હતા. ઇબ્રાહિમ ઝદરાને સૌથી વધુ 35 રનની ઇનિંગ રમી હતી. હઝરતુલ્લાહ ઝઝઈએ 21 અને રાશિદ ખાને અણનમ 18 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી હારિસ રઉફે 2 વિકેટ લીધી હતી.

અફઘાનિસ્તાનની ટીમે બે વિકેટ ગુમાવી

અફઘાનિસ્તાનની ટીમે બે વિકેટ ગુમાવી દીધી છે. પ્રથમ રહેમાનુલ્લા ગુરબાઝ 16 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. ત્યાર બાદ બીજો ઓપનર હઝરતુલ્લાહ ઝઝઈ 21 રન બનાવીને આઉટ થયો હતો. ઝઝઇને મોહમ્મદલ હસનૈને બોલ્ડ કર્યો હતો. 10 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર બે વિકેટે 76 રન છે. ઈબ્રાહીમ ઝદરાન 6 અને કરીમ જનત પાંચ રન બનાવીને રમી રહ્યા છે.

પાકિસ્તાનની ટીમમાં કોઈ ફેરફાર નથી

મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ , ફખર જમાન, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, આસિફ અલી, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, હરિસ રઉફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ.

બ્રેકગ્રાઉન્ડ

એશિયા કપમાં સુપર 4માં આજે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો રમાશે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાન પ્રથમ બેટિંગ કરશે.   પાકિસ્તાને પોતાના પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર કર્યો નથી. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.