PAK vs AUS, T20 WC LIVE: ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન પાસેથી જીતનો કોળિયો છીનવ્યો, પાંચ વિકેટથી જીતી ફાઇનલમાં પહોંચ્યું

T20 WC 2021, Match 44, PAK vs AUS: ટી20 વર્લ્ડકપમાં આજે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે, પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં પહોંચી છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 11 Nov 2021 11:45 PM
મેથ્યુ વેડ રહ્યો ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો

ટી-20 વર્લ્ડકપમાં બીજી સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન પાસેથી જીતનો કોળિયો છીનવી લીધો હતો. એક સમયે એવું લાગતું હતું કે પાકિસ્તાન સરળતાથી મેચ જીતી લેશે પરંતુ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ આક્રમક દેખાવ કરીને ટીમને જીત અપાવી હતી. 177 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 177 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાની જીતનો હિરો મેથ્યુ વેડ રહ્યો હતો. તેણે મેચની અંતિમ ઓવરોમાં 17 બોલમાં ચાર સિક્સ અને બે ચોગ્ગા સાથે આક્રમક અણનમ 41 રન ફટકાર્યા હતા. સ્ટોઇનિસે તેને સાથ આપતા 31 બોલમાં અણનમ 40 રન ફટકાર્યા હતા.

વોર્નર 49 રન બનાવી આઉટ

પાકિસ્તાની બીજી સેમિફાઇનલ મેચ પર મજબૂત પક્કડ કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયાએ 105 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી છે. ડેવિડ વોર્નર 49, એરોન ફિંચ 0, મિચેલ માર્શ 28, સ્મિથ 5, મેક્સવેલ 7 રન બનાવી આઉટ થયા હતા.

પાકિસ્તાને 177 રનનો ટાર્ગેટ આપ્યો

દુબઇમાં રમાઇ રહેલી ટી-20 વર્લ્ડકપની બીજી સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરી 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાન ઓપનર મોહમ્મદ રિઝવાને 67 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ત્રણ ચોગ્ગા અને ચાર સિક્સ ફટકારી હતી. ફખર ઝમાને 32 બોલમાં અણનમ 55 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.


 


બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને એકવાર ફરી પાકિસ્તાને શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. બાબરે 39 રન બનાવી આઉટ થયો હતો. ફખર ઝમાને આજે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 31 બોલમાં અડધી સદી પુરી કરી હતી. આસિફ અલી ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. મલિક પણ એક રન બનાવી આઉટ થયો હતો.


બાબર આઝમ આઉટ

પાકિસ્તાનને પ્રથમ ઝટકો લાગ્યો છે. કેપ્ટન બાબર આઝમ 39 રન બનાવી આઉટ થઇ ગયો છે. પાકિસ્તાને 10 ઓવરમાં એક વિકેટ ગુમાવી 71 રન બનાવી લીધા છે.

પાવર પ્લેમાં પાકિસ્તાનનો શાનદાર દેખાવ

ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાને સારી શરૂઆત કરી હતી. પાકિસ્તાનના બંન્ને ઓપનરોએ શાનદાર દેખાવ યથાવત રાખ્યો હતો. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ 25 અને રિઝવાન 22 રને રમતમાં છે. છ ઓવરના અંતે પાકિસ્તાને 47 રન બનાવી લીધા હતા.

પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરશે

ટી-20 વર્લ્ડકપમાં બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો હતો અને પાકિસ્તાનને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતુ. બંન્ને ટીમોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે

ટી20 વર્લ્ડકપના લાઇવ ટેલિકાસ્ટ (Live Telecast)ના અધિકાર સ્ટાર નેટવર્ક (Star Network)ની પાસે છે.  ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્કની ચેનલો પર થશે. ભારતીય ઉપમહાદ્વીપ (Indian Subcontinent) શ્રીલંકા (Sri Lanka), ભૂટાન (Bhutan), બાંગ્લાદેશ (Bangladesh) અને માલદીવ ઉપરાંત અન્ય દેશોમાં પણ આ નેટવર્ક પર આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. ફેન્સ સ્ટાર સ્પૉર્ટ્સ 1 (Star Sports 1), સ્ટાર સ્પૉર્ટ્સ 1 એચડી (Star Sports 1 HD), સ્ટાર સ્પૉર્ટ્સ 1 હિન્દી (Star Sports 1 Hindi), સ્ટાર સ્પૉર્ટ્સ 2 (Star Sports 2), સ્ટાર સ્પૉર્ટ્સ 2 એચડી (Star Sports 2 HD) અને સ્ટાર સ્પૉર્ટ્સ 2 હિન્દી (Star Sports 2 Hindi)ની ચેનલ્સ પર તમામ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકો છો. આ ઉપરાંત તમે ડિઝ્ની હૉટસ્ટાર (Disney Hotstar) એપ પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે.

બ્રેકગ્રાઉન્ડ

આઇસીસી ટી20 વર્લ્ડકપમાં આજે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે, પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને ન્યૂઝીલેન્ડની ટીમે ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે બીજી ટીમ માટે આજે જંગ જામશે, એકબાજુ ટી20 વર્લ્ડકપમાં અજેય રહેલી પાકિસ્તાનની ટીમ છે, તો બીજી બાજુ ફૂલ ફોર્મમાં આવી ગયેલી ઓસ્ટ્રેલિયન ટીમ છે. બન્ને ટીમો મજબૂત છે. પરંતુ રિઝલ્ટ આવ્યા બાદ જ નક્કી થશે કે ફાઇનલમાં કોણ પ્રવેશી શકશે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.