PAK vs ENG T20 WC Final LIVE: ઈંગ્લેન્ડ બીજી વખત બન્યું ટી20 ચેમ્પિયન, પાકિસ્તાનને 5 વિકેટથી આપી હાર
PAK vs ENG T20 World Cup 2022 Final LIVE Updates: આજે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલ , પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની ટીમે આજે ટી20માં ચેમ્પીયન બનવા માટે મેદાનમાં ઉતર્યા છે.
પાકિસ્તાની ટીમનો સ્કૉર 10 ઓવર બાદ 2 વિકેટના નુકશાને 68 રન પર પહોંચ્યો છે. ટીમે શરૂઆતમાં બે મહત્વની વિકેટો ગુમાવ્યા બાદ સંભાળીને રમી રહી છે. અત્યારે કેપ્ટન બાબર આઝમ 29 રન અને શાન મસૂદ 11 રન બનાવીને ક્રિઝ પર છે.
ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 137 રન બનાવ્યા હતા. મેચ જીતવા 138 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કર્યો હતો
16.3 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 121 રન છે. બેન સ્ટોક્સ 41 રને અને મોઇન અલી 14 રને રમતમાં છે.
ઈંગ્લેન્ડનો સ્કોર 10 ઓવરના અંતે 77 રન પર 3 વિકેટ છે. ટીમને જીતવા 61 રનની જરૂર છે. સ્ટોક્સ 17 અને બ્રૂક 14 રને રમતમાં છે.
5.3 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 45 રન છે. બટલર 26 રન બનાવી રાઉફનો શિકાર બન્યો છે.
2.1 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 21 રન છે. હેલ્સ આફ્રિદીની ઓવરમાં 1 રન બનાવી બોલ્ડ થયો હતો. હાલ બટલર 15 અને સેલ્ટ 4 રને રમતમાં છે.
ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 137 રન બનાવ્યા હતા. શોન મસૂદે સર્વાધિક 38 રન બનાવ્યા હતા. કેપ્ટન બાબર આઝમે 32 રનનું યોગદાન આપ્યું હતું. શાદાબ ખાને 20 અને મોહમ્દ રિઝવાને 15 રન બનાવ્યા હતા. સેમ કરને 3, આદિલ રાશિદ અને ક્રિસ જોર્ડને 2-2 વિકેટ લીધી હતી.
85 રનના સ્કોર પર પાકિસ્તાનનો ચોથો ફટકો લાગ્યો છે. ઈફ્તિખાર અહેમદ બેન સ્ટોક્સની ઓવરમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. હાલ શાન મસૂદ અને શાદાબ ખાન રમતમાં છે.
આદિલ રાશિદની ઓવરમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 32 રન બનાવી આઉટ થયો હતો. રાશિદે મેડન ઓવર નાંખી હતી.
પાકિસ્તાની ટીમનો સ્કૉર 10 ઓવર બાદ 2 વિકેટના નુકશાને 68 રન પર પહોંચ્યો છે. ટીમે શરૂઆતમાં બે મહત્વની વિકેટો ગુમાવ્યા બાદ સંભાળીને રમી રહી છે. અત્યારે કેપ્ટન બાબર આઝમ 29 રન અને શાન મસૂદ 11 રન બનાવીને ક્રિઝ પર છે.
પાકિસ્તાની ટીમને શરૂઆતમાં બે ઝટકા લાગ્યા છે. રિઝવાન અને હેરિસ પેવેલિયન ભેગા થઇ ગયા છે, ટીમનો સ્કૉર 8 ઓવરના અંતે 2 વિકેટના નુકશાને 50 રન પર પહોંચ્યો છે. કેપ્ટન બાબર આઝમ અને શાન મસૂદ ક્રિઝ પર છે.
પાકિસ્તાની ટીમને શરૂઆતમાં બે ઝટકા લાગ્યા છે. રિઝવાન અને હેરિસ પેવેલિયન ભેગા થઇ ગયા છે, ટીમનો સ્કૉર 8 ઓવરના અંતે 2 વિકેટના નુકશાને 50 રન પર પહોંચ્યો છે. કેપ્ટન બાબર આઝમ અને શાન મસૂદ ક્રિઝ પર છે.
પાકિસ્તાનને પ્રથમ ઝટકો 5મી ઓવરમાં લાગ્યો છે, ઇંગ્લિશ બૉલર સેમ કરને મોહમ્મદ રિઝવાનને 14 બૉલમાં 15 રનના સ્કૉર પર બૉલ્ડ કર્યો છે, રિઝવાને એકમાત્ર સિક્સર ફટકારી હતી. પાકિસ્તાની ટીમનો સ્કૉર 6 ઓવરના અંતે 1 વિકેટના નુકશાને 39 રન પર પહોંચ્યો છે, કેપ્ટન બાબર આઝમ 16 રન અને મોહમ્મદ હેરિસ 4 રન બનાવીને ક્રિઝ પર છે.
આઇસીસી ટી20 ચેમ્પીયન બનવા માટે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ શરૂ થઇ ગઇ છે, પાકિસ્તાનની ટક્કર ઇંગ્લિશ ટીમ સામે થઇ રહી છે. પાકિસ્તાની ટીમનો સ્કૉર 3 ઓવરના અંતે વિના વિકેટે 16 રન પર પહોંચ્યો છે. કેપ્ટન બાબર આઝમ 6 રન અને મોહમ્મદ રિઝવાન 7 રન બનાવીને ક્રિઝ પર છે.
ઇંગ્લિશ ટીમના કેપ્ટન જૉસ બટલરે ફાઇનલ મેચમાં ટૉસ જતીને પહેલા બૉલિંગ પસંદ કરી છે, જ્યારે પાકિસ્તાની ટીમને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપવામા આવ્યુ છે.
જૉસ બટલર (કેપ્ટન), એલેક્સ હેલ્સ, ફિલિપ સૉલ્ટ, બેન સ્ટૉક્સ, હેરી ચેરિંગટન બ્રૂક, લિયામ લિવિંગસ્ટૉન, મોઇન અલી, સેમ કરન, ક્રિસ વૉક્સ, ક્રિસ જૉર્ડન, આદિલ રશિદ.
મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, મોહમ્મદ હેરિસ, શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, મોહમ્મદ વસીમ, નસીમ શાહ, હેરિસ રાઉફ, શાહીન આફ્રિદી.
મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર અત્યાર સુધી 18 ટી20 મેચો રમાઇ છે.
આમાં 10 વાર પછીથી બેટિંગ કરનારી ટીમને જીત મળી છે, જ્યારે 7 વાર પહેલા બેટિંગ કરનારી ટીમે જીત હાંસલ કરી છે. એક મેચ પરિણામ વિનાની રહી છે.
પહેલા બેટિંગ કરનારી ટીમે જે 7 મેચો જીતી છે, તેમાંથી 4 મેચોમાં હાર-જીતનું અંતર 5 કે તેનાથી ઓછા રનોનુ રહ્યું છે. એટલે કે આ મેદાન પર પછીથી બેટિંગ કરનારી ટીમને વધુ ફાયદો મળે છે.
આ મેદાન પર આજ સુધી એકપણ ટીમ 200ના આંકડાને પાર નથી કરી શકી. અહીં સર્વોચ્ચ સ્કૉર 186 રનોનો રહ્યો છે, જે ભારતીય ટીમે આ ટી20 વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે સામે બનાવ્યો હતો.
આ મેદાન પર ન્યૂનત્તમ સ્કૉર 74 રન રહ્યો છે, ફેબ્રુઆરી 2008 માં ભારતીય ટીમ અહીં આ સ્કૉર પર ઓલઆઉટ થઇ ગઇ હતી.
અહીં સૌથી મોટી જીત 71 રનોની રહી છે, આ જીત પણ ટીમ ઇન્ડિયાના નામે નોંધાયેલે છી. આ ટી20 વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ આ જીત હાંસલ કરી છે.
આ મેદાનમાં ફાસ્ટ બૉલરોને દમદાર સ્વિંગ મળે છે, આ જ કારણ છે કે અહીં ટી20માં સૌથી વધુ વિકેટો લેનારા ટૉપ 10 બૉલરોમાં તમામ ફાસ્ટ બૉલરો છે.
ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં પહોંચનાર બન્ને ટીમોએ અહીં એકપણ મેચ નથી જીતી. ઇંગ્લેન્ડે અહીં 4 અને પાકિ્સતાને 2 મેચો રમી છે.
PAK vs ENG Final: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) ની ફાઇનલ મેચ આજે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ક્રિકેટ જગતના ઐતિહાસિક મેદાનમાં આ ગ્રાઉન્ડ સામેલ છે, ગ્રાઉન્ડ પર પહેલીવાર 145 વર્ષ પહેલા ઇન્ટરનેશનલ મેચ રમાઇ હતી. ટેસ્ટ અને વનડેમાં કેટલીય મોટી ફાઇનલ મેચો જોઇ ચૂકેલુ આ મેદાનનો આજે મિજાજ અલગ રહેવાનો છે. આજે ટી20 વર્લ્ડકપ ફાઇનલની યજમાની રહ્યું છે આ ગ્રાઉન્ડ.
સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ સભ્યોએ જય શાહને ફાયનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ કમિટીના વડા તરીકે ચૂંટ્યા હતા. આ સમિતિના કામમાં સભ્ય દેશો વચ્ચે આવકની વહેંચણીનો પણ સમાવેશ થાય છે. આ સમિતિના વડા ICC બોર્ડના સભ્ય છે. એટલે કે જય શાહની ચૂંટણી સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ ICC બોર્ડમાં BCCIનું પ્રતિનિધિત્વ કરશે.
1. સર્વોચ્ચ સ્કૉર- બન્ને ટીમો એકબીજા સામે અનેકવાર 200+ રન બનાવી ચૂકી છે. અહીં સર્વોચ્ચ સ્કૉરનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે. પાકિસ્તાને જુલાઇ, 2021માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 6 વિકેટો ગુમાવીને 232 રન ફટકાર્યા હતા.
2. ન્યૂનત્તમ સ્કૉર - પાકિસ્તાની ટીમ સપ્ટેમ્બર, 2010એ રમાયેલી કાર્ડિફ ટી20 માં માત્ર 89 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી.
3. સૌથી મોટી જીત - ટી20 વર્લ્ડકપ 2022ના ઠીક પહેલા ઇંગ્લેન્ડે પાકિસ્તાનને લાહોર ટી20માં 67 રનથી હરાવ્યુ હતુ.
4. સૌથી વધુ રન - બન્ને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં બાબર આઝમ લીડ સ્કૉરર છે. તેને 15 મેચોમાં 560 રન ફટકાર્યા છે.
5. સર્વશ્રેષ્ઠ ઇનિંગ - બાબર આઝમે ટી20 વર્લ્ડકપના ઠીક પહેલા રમાયેલી ટી20 સીરીઝમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 66 બૉલ પર 110 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી.
6. સૌથી વધુ 50+ રનની ઇનિંગ - મોહમ્મદ રિઝવાને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 6 વાર 50 થી વધુ રનની ઇનિંગ રમી છે.
7. સૌથી વધુ છગ્ગા - આ રેકોર્ડ ઇયૉન મૉર્ગનના નામે છે, તેને પાકિસ્તાન વિરુદ્ધ ટી20 મેચોમાં 17 છગ્ગા ફટકાર્યા છે.
8. સૌથી વધુ વિકેટો - અહીં ઇંગ્લેન્ડના બૉલર ટૉપ પર છે. પૂર્વ સ્પીનર ગ્રીમ સ્વાન અને હાલના આદિલ રશિદે પાકિસ્તાન વિરુદ્ધ 17-17 વિકેટો ઝડપી છે.
9. સર્વશ્રેષ્ઠ બૉલિંગ - પૂર્વ પાકિસ્તાની સ્પીનર સઇદ અજમલે ફેબ્રુઆરી 2012માં રમાયેલી અબુધાબી ટી20માં 23 રન આપીને 4 વિકેટો ઝડપી હતી.
10. સૌથી વધુ મેચ - ઇંગ્લેન્ડના સ્પીનર આદિલ રશિદે પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી 28 માંથી 18 મેચો રમી છે.
બન્ને ટીમો અહીં 29મી વાર ટી20માં આમને સામને થવાના છે. આ પહેલા બન્ને ટીમો 28 વાર આમને સામને ટકરાઇ ચૂકી છે. જેમાં ઇંગ્લેન્ડ પાકિસ્તાની ટીમ પર એકતરફી રીતે હાવી રહી છે. કેમ કે ઇંગ્લેન્ડે 28માંથી 17 મેચોમાં જીત હાંસલ કરી છે, તો પાકિસ્તાનને માત્ર 10 મેચોમાં જીત મળી છે. આથી કહી શકાય કે આઇસીસી ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં આવતીકાલે ઇંગ્લેન્ડ જીત માટે લગભગ ટૉપ પર છે, એટલે કે ફરી એકવાર ઇંગ્લિશ ટીમ ટી20 ચેમ્પીયન બની શકે છે.
બ્રેકગ્રાઉન્ડ
PAK vs ENG T20 World Cup 2022 Final LIVE Updates: આજે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલ મેચ મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની ટીમે આજે ટી20માં ચેમ્પીયન બનવા માટે મેદાનમાં ઉતર્યા છે. બન્ને ટીમો અત્યારે બેટિંગ અને બૉલિંગમાં દમદાર દેખાઇ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -