Pakistan vs England Test 1st Test: ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજે એટલે કે ગુરુવારે પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ છે. આ ટેસ્ટ મેચની શરૂઆત પહેલા જ ઈંગ્લેન્ડના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે ઝડપી ક્રિકેટ રમવાનો સંકેત આપ્યો હતો. મેચની શરૂઆત પણ એ જ રીતે થઈ.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ આક્રમક દેખાઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી ઓપનિંગ પર આવેલા બેન ડક્ટ અને જોક ક્રાઉલીએ પ્રથમ વિકેટ માટે 233 રન બનાવ્યા હતા. આ પછી બેટિંગ કરવા આવેલા બેટ્સમેનો પણ આક્રમક ફોર્મમાં જોવા મળ્યા. હેરી બ્રુક પણ આમાં સામેલ હતો. તેણે એક ઓવરમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા.
એક ઓવરમાં 6 ચોગ્ગા
પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા હેરી બ્રુક શાનદાર લયમાં જોવા મળ્યો હતો. બ્રુક ટેસ્ટ ક્રિકેટમાં 100થી વધુના સ્ટ્રાઈક રેટથી રમી રહ્યો છે. તેણે ઇનિંગની 68મી ઓવરમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. બ્રુકે બોલર સઈદ શકીલની ઓવરમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ દિવસના અંત સુધીમાં બ્રુકે 81 બોલમાં 101 રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં તેણે 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે.
ઓપનરે ધમાકેદાર શરૂઆત કરી હતી
આ મેચમાં ઈંગ્લેન્ડના ઓપનરે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને ઓપનર સદી રમીને પેવેલિયન પરત ફર્યા હતા. જેમાં જોક ક્રાઉલીએ 111 બોલમાં 122 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 21 ચોગ્ગા સામેલ હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 109.91 હતો, જે ટેસ્ટ ક્રિકેટની દૃષ્ટિએ ઘણો સારો છે. આ સિવાય બીજા ઓપનર બેન ડક્ટે 110 બોલમાં 107 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં કુલ 15 ચોગ્ગા સામેલ હતા.
આ પછી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ઓલી પોપ પણ 104 બોલમાં 108 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યા હતા. પોપની આ ઇનિંગમાં કુલ 14 ચોગ્ગા સામેલ હતા. તે જ સમયે, તેનો સ્ટ્રાઈક રેટ 103.85 હતો.
ઇગ્લેન્ડના ઓપનર્સે ટેસ્ટ મેચમાં કર્યો કમાલ
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી આજથી રાવલપિંડીમાં શરૂ થઈ છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચની શરૂઆતથી જ ઇંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલી (91) અને બેન ડક્ટ (77)એ પાકિસ્તાની બોલરો સામે આક્રમક રમત બતાવી હતી. બંને ઈંગ્લિશ ઓપનરોએ મેચના પહેલા જ સેશનમાં 27 ઓવરમાં 174 રન ફટકાર્યા હતા. બંને બેટ્સમેન જે રીતે બેટિંગ કરી રહ્યા હતા તે જોઈને એવું લાગી રહ્યું હતું કે આ મેચ ટેસ્ટ નહીં પરંતુ ટી-20 મેચ બનવા જઈ રહી છે. આ ભાગીદારી સાથે ઇંગ્લેન્ડના ઓપનરોએ પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.
રાવલપિંડીમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલી અને બેન ડકેટે 2001 પછી ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી 100 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો. પાકિસ્તાન સામેની આ મેચમાં બંનેની જોડીએ માત્ર 13.4 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. આ પહેલા આ રેકોર્ડ બાંગ્લાદેશના નામે હતો. બાંગ્લાદેશે વર્ષ 2012માં વેસ્ટ ઈન્ડિઝ સામે 13.4 ઓવરમાં 100 રન બનાવ્યા હતા.