BCCI Cricket Advisory Committee (CAC): ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિની પસંદગી કરી છે. આમાં ભારતના ભૂતપૂર્વ ખેલાડી અશોક મલ્હોત્રાની પણ પસંદગી કરવામાં આવી હતી. તેમની સાથે જતિન પરાંજપે અને સુલક્ષણા નાઈકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અશોકની સાથે સુલક્ષણા અને જતિન પણ ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ રમી ચુક્યા છે. જોકે આ ત્રણેયની આંતરરાષ્ટ્રીય કારકિર્દી બહુ લાંબી નથી રહી.


BCCIએ અશોક અને જતિનને CACમાં નવા સભ્યો તરીકે સામેલ કર્યા છે. જ્યારે સુલક્ષણાને રિટેન કરવામાં આવ્યા છે.  તે અગાઉ પણ આ સમિતિનો ભાગ રહી ચૂકી છે. જતિને ભારતીય ક્રિકેટ ટીમ માટે 4 વનડે રમી છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોની 95 ઇનિંગ્સમાં 3964 રન બનાવ્યા છે. જતિને આ ફોર્મેટમાં 13 સદી અને 15 અડધી સદી ફટકારી છે. તેણે લિસ્ટ Aની 44 મેચોમાં 1040 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે.