Ayesha Naseem Profile:  પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની આયેશા નસીમે ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય લીધો છે. જોકે, આયેશા નસીમની ઉંમર માત્ર 18 વર્ષની છે, પરંતુ તેમ છતાં તે ક્રિકેટના મેદાન પર જોવા નહીં મળે. વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આયેશા નસીમે ઇસ્લામના કારણે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. આયેશા નસીમે કહ્યું હતું કે તે ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે, જેના કારણે તેણે ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે.






આયેશા નસીમે પાકિસ્તાન માટે 4 વન-ડે  અને 30 T20 મેચ રમી છે


આયેશા નસીમનું નામ પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની શ્રેષ્ઠ હિટર્સમાં ગણવામાં આવે છે, પરંતુ હવે આ ખેલાડી મેદાન પર જોવા નહીં મળે. પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ તરફથી રમતી આયેશા નસીમનો જન્મ 7 ઓગસ્ટ 2004ના રોજ એબોટાબાદમાં થયો હતો. બેટિંગ સિવાય આ ખેલાડી પાકિસ્તાન માટે રાઈટ આર્મ મીડિયમ ફાસ્ટ બોલિંગ કરતી હતી.  આયેશા નસીમે 4 વન-ડે સિવાય પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ માટે 30 T20 મેચ રમી છે.


આવુ રહ્યું આયેશા નસીમનું કરિયર


આયેશા નસીમની કારકિર્દી પર નજર કરીએ તો આ ખેલાડીએ પાકિસ્તાન માટે 4 વનડેમાં 33 રન બનાવ્યા હતા. આ દરમિયાન આયેશા નસીમની એવરેજ 8.25 હતી જ્યારે સ્ટ્રાઈક રેટ 89.18 હતો. આયેશા નસીમનો વન-ડેમાં સર્વોચ્ચ સ્કોર 16 રન છે. આયેશા નસીમે 30 ટી-20 મેચમાં 369 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં આયેશા નસીમની એવરેજ 18.45 હતી જ્યારે સ્ટ્રાઈક રેટ 128.12 હતો. ટી-20માં આયેશા નસીમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 45 છે. આયેશા નસીમે વનડેમાં 2 સિક્સર ફટકારી છે. જ્યારે આયેશા નસીમે T20 મેચમાં 18 સિક્સર ફટકારી છે.


નોંધનીય છે કે પાકિસ્તાનમાં એક કાર્યક્રમ દરમિયાન મિસ્બાહ-ઉલ-હકે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમની ભાગીદારી વિશે કહ્યું હતું કે જો બંને દેશો વચ્ચે અન્ય તમામ રમતો ચાલુ રહે છે, તો પછી ક્રિકેટ કેમ ન રમાય ? ક્રિકેટને રાજકારણ સાથે ન જોડવું જોઈએ. ચાહકો પોતપોતાની ટીમને રમતા જોવા માંગે છે અને તમે તેને રોકીને તેમની સાથે ખોટું કરી રહ્યા છો.