ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે તોફાની બેટિંગ કરી હતી. આઝમના પ્રદર્શનના કારણે આઈસીસી રેંકિંગમાં પણ ફાયદો થયો છે. પોતાના આ શાનદાર પ્રદર્શનથી બાબર આઝમને આઈસીસી રેંકિંગમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી લીધું છે. બાબરની તોફાની બેટિંગના ફળ સ્વરુપે પાકિસ્તાનની શાનદાર જીત થઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો.


બાબર આઝમે હવે ICC બેટિંગ રેન્કિંગમાં સૌથી વધુ સ્કોર કરનારાઓની યાદીમાં ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડૂલકરને પાછળ છોડી દીધો છે. આ યાદીમાં સચિન 15મા સ્થાને છે. સચિને 887 માર્ક્સ મેળવ્યા હતા. આ સાથે જ હવે બાબરે 891 પોઈન્ટ મેળવીને સચિનને ​​પાછળ છોડી દીધો છે. આ યાદીમાં સૌથી ઉપર વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન વિવ રિચર્ડ્સ છે. તેમને 935 માર્ક્સ મેળવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.


આ પછી બીજા નંબર પર પાકિસ્તાનનો ઝહીર અબ્બાસ છે. તેણે 931 માર્ક્સ મેળવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ગ્રેગ ચેપલ 921 પોઈન્ટ સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. ચોથા નંબર પર ઈંગ્લેન્ડનો ડેવિડ ગોવર છે. તેણે 919 માર્ક્સ મેળવ્યા હતા. આ યાદીમાં ડીન જોન્સ પાંચમા સ્થાને છે. તેણે 918 માર્કસ મેળવ્યા હતા. આ યાદીમાં ભારતના વિરાટ કોહલી છઠ્ઠા સ્થાને છે. વિરાટને આ રેકિંગમાં 911 અંક મળ્યા છે.


ODI ક્રિકેટમાં બેટ્સમેનોએ  મેળવેલા સૌથી વધુ પોઇન્ટઃ


સર વિવિયન રિચાર્ડ્સ - 935
ઝહીર અબ્બાસ - 931
ગ્રેગ ચેપલ - 921
ડેવિડ ગોવર - 919
ડીન જોન્સ - 918
વિરાટ કોહલી - 911
જાવેદ મિયાંદાદ - 910
બ્રાયન લારા - 908
એબી ડી વિલિયર્સ - 902
હાશિમ અમલા - 901
ડેસમન્ડ હેન્સ - 900
ગેરી કર્સ્ટન - 900
એલન લેમ્બ - 897
ગોર્ડન ગ્રીનિજ - 895
બાબર આઝમ - 891
સચિન તેંડૂલકર - 887


આ પણ વાંચોઃ


આ ધાકડ ખેલાડીની ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી! IPLની એક ઈનિંગે બદલી નાખી કિસ્મત