IPL 2022: હાલમાં ભારતમાં IPLનો ફિવર જોવા મળી રહ્યો છે. એવામાં IPLના પ્રદર્શનના કારણે ઘણા ખેલાડીઓની કિસ્મત ચમકી જતી હોય છે. આમ તો ભારતીય ટીમમાં રમવાનું દરેક ક્રિકેટરનું સપનુ હોય છે પરંતુ બધા ખેલાડીઓને આ મોકો મળતો નથી. હવે વાત કરીએ શુભમન ગીલની તો તેને ટેસ્ટ ટીમમાં તો સામેલ કરવામાં આવે છે પરંતુ ટી 20માં હજુ તે નિયમિત થઈ શક્યો નથી. એવામાં ગુજરાત ટાઈટન્સ વતી ચોગ્ગા છગ્ગા ફટકારતો શુભમન ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાની ટી 20માં રમતો જોવા મળે તો નવાઈ નહીં.


શુભમન ગીલે રમી શાનદાર પારી


પંજાબ કિંગ્સની સામે શુભમન ગિલે શાનદાર ઈનિંગ રમી હતી. તેમણે 59 બોલમાં 96 રન બનાવ્યા હતા. જેમા તેમણે 11 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. શુભમને મેદાનના દરેક ખુણા પર બોલને હીટ કર્યો હતો. તેમની બેટિંગ વિરોધી બોલર ઢીલા પડી ગયા હતા. ગીલની વિસ્ફોટક ઈનિંગ કારણે જ ગુજરાતની ટીમ ટાર્ગેટ ચેજ કરી શકી હતી. આ પહેલા શુભમને દિલ્હી તરફથી રમતા સમયે પણ 46 બોલમાં 84 રન બનાવ્યા હતા. તે પોતાની બેટિંગથી સૌને પ્રભાવિત કરી રહ્યો છે.


શુભમન સદી ચૂક્યો


190 રનના ટાર્ગેટનો પીછો કરીને જીતવાની આશા સાથે બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરુઆત સારી રહી હતી. ઓપનિંગ કરવા ઉતરેલા શુભમન ગિલ અને મેથ્યુ વેડે સારી શરુઆત કરી હતી. જો કે, મેથ્યુ વેડ 6 રન કરીને આઉટ થયો હતો. ત્યાર બાદ આ મેચથી ડેબ્યુ કરી રહેલા સાંઈ સુંદર અને શુભમન ગિલે બાજી સંભાળી લીધી હતી. શુભમન ગિલે પોતાનું શાનદાર પ્રદર્શન કરતાં ચોક્કાનો વરસાદ કર્યો હતો. જો કે શુભમન પોતાની સદી ચુકી ગયો હતો. શુભમને 59 બોલમાં 11 ચોક્કા અને 1 સિક્સરથી 96 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેની સાથે જ સાંઈ સુંદરે પણ 30 બોલમાં 35 રન કર્યા હતા. સાંઈ સુંદર આઉટ થયા બાદ ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ આક્રમક બેટિંગ કરતાં 18 બોલમાં 27 રન કર્યા હતા. જો કે આ દરમિયાન ગુજરાતની જીતવાની આશા ધોવાઈ ગઈ હતી. 


ટીમ ઈન્ડિયામાં મળી શકે છે એન્ટ્રી


શુભમન છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયાની વન ડે ટીમથી બહાર છે. તેમણે ભારતીય ટીમ માટે 3 વનડે રમ્યા છે. સિલેક્ટર્સ આઈપીએલમાં તેમની વિસ્ફોટક બેટિંગને જોતા ટીમ ઈન્ડિયા માટે રમવાનો મોકો આપી શકે છે. ગીલ એક શાનદાર બેટ્સમેન છે. તે પોતાની બેટિંગથી ટીમને જીત અપાવી શકે છે. તે ક્રિઝ પર હોય તો મેદાનની ચારે બાજુ ફટબાજી કરી રન બનાવતો રહે છે અને ટીમને પ્રેશરમાં આવવા દેતો નથી. ગીલ હજુ 22 વર્ષનો છે. તેમણે 10 ટેસ્ટમાં 500થી વધુ રન બનાવ્યા છે. હાલમાં તેનું પ્રદર્શન જોતા ટીમ ઈન્ડિયામાં તેને તક મળી શકે છે.