નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટની વાપસીને લઇને એક મોટુ ડેવલેપમેન્ટ મળી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડને 2022 પહેલા પાકિસ્તાનનો પ્રવાસ કરવાની અપીલ કરી છે. પીસીબી સીઇઓ વસીમ ખાનનુ કહેવુ છે કે પાકિસ્તાન કૉવિડ-19ની વચ્ચે ઇંગ્લેન્ડ ગયુ છે, આના બદલામાં તેમની ટીમને પાકિસ્તાન આવવુ જોઇએ.
ઇંગ્લેન્ડે 2005-06 બાદથી પાકિસ્તાનનો પ્રવાસ નથી કર્યો, 2009માં શ્રીલંકા ખેલાડીઓ પર થયેલા હુમલા બાદથી પાકિસ્તાનમાં ક્રિકેટ ખુબ પ્રભાવિત થયુ છે. સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને કોઇપણ મોટી ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરવા તૈયાર નથી. જોકે, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનનો પ્રવાસ કરી ચૂકી છે.
વસીમ ખાને કહ્યું ઇંગ્લેન્ડને 2022માં પાકિસ્તાન પ્રવાસ કરવાનો છે, અમે ઇચ્છીએ છીએ કે ઇંગ્લેન્ડ તે પહેલા જ પાકિસ્તાનનો એક નાનો પ્રવાસ કરે. અમે આ વિશે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને વાત કરીશું.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ટીમ કૉવિડ-19ના ખતરાની વચ્ચે ઇંગ્લેન્ડમાં ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ રમી રહી છે. સીરીઝની પહેલી મેચ 5 ઓગસ્ટે રમાઇ, બન્ને ટીમો વચ્ચે આગામી મહિને ત્રણ ટી20 મેચોની સીરીઝ પણ રમાવવાની છે.
16 વર્ષ બાદ આ ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં આવીને ક્રિકેટ રમશે, પાક ક્રિકેટ બોર્ડે કર્યો દાવો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Aug 2020 09:54 AM (IST)
વસીમ ખાને કહ્યું ઇંગ્લેન્ડને 2022માં પાકિસ્તાન પ્રવાસ કરવાનો છે, અમે ઇચ્છીએ છીએ કે ઇંગ્લેન્ડ તે પહેલા જ પાકિસ્તાનનો એક નાનો પ્રવાસ કરે. અમે આ વિશે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને વાત કરીશું
- - - - - - - - - Advertisement - - - - - - - - -