India vs New Zealand T20 World Cup 2022: ટી20 વર્લ્ડકપ 2022ની શરૂઆત થઇ ચૂકી છે. આ ટૂર્નામેન્ટની છ મેચો રમાઇ ચૂકી છે. ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ પોતાની પહેલી મેચ 23 ઓક્ટોબરે રમવા માટે મેદાનમાં ઉતરશે. આ પહેલા ભારતને બે વૉર્મ-અપ મેચ રમવાની છે, જોકે પહેલી વૉર્મ-અપ મેચ ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ જીતી ચૂકી છે, અને આજે બીજી વૉર્મ-અપ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમશે. આ પહેલા આજે કયા કયા ખેલાડીઓ મેદાનમાં ઉતરશે તેના અંગે અહીં માહિતી આપવામાં આવી છે. 


આજે બુધવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બપોરે 1.30 વાગ્યાથી વૉર્મ-અપ મેચ શરૂ થશે. આ મેચમાં ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ પર નજર રહેશે. ગઇ મેચમાં કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે બેસ્ટ અર્ધશતકીય ઇનિંગ રમી હતી. આજની મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, દિનેશ કાર્તિક સહિતના કેટલાય ખેલાડીઓ પર ફેન્સની નજર રહેશે.


આજની મેચમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર બૉલર ભુવનેશ્વર કુમારની સાથે સાથે હર્ષલ પટેલ, અને મોહમ્મદ શમી પર નજર રહેશે, આ ઉપરાંત હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ પર સારા પ્રદર્શનની આશા રહેશે.


ભારતીય ક્રિકેટ ટીમ - 
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઋષભ પંત, દીપક હુડ્ડા.


T20 World Cupની સેમિ ફાઇનલ સુધી પહોંચશે ભારત સહિત આ ચાર ટીમો, સચીન તેંદુલકરે કરી ભવિષ્યવાણી


સચીને ટી20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલમાં પહોંચનારી ચાર ટીમોને લિસ્ટ કરી છે, એક ન્યૂઝ વેબસાઇટના રિપોર્ટ અનુસાર, સચીને ભારતની સાથે સાથે પાકિસ્તાનને પણ લિસ્ટમાં સામેલ કર્યુ છે. આ બન્ને ટીમો ઉપરાંત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો સેમિ ફાઇનલમાં પહોંચવાની દાવેદાર ગણાવી છે. 


સચીને ક્રિકબઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું- અમારા પૂલમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સેમિ ફાઇનલમાં પહોંચશે. જો પાકિસ્તાનના ખેલાડીઓ સારી બેટિંગ કરે છો, તો સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે, જો તે નથી પહોંચી શકતા તો દક્ષિણ આફ્રિકન ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે. ઓસ્ટ્રેલિયા પોતાના ઘર આંગણે રમી રહ્યું છે, એટલા માટે તેને અનુકુળ માહોલ છે, આની સાથે જ ઇંગ્લેન્ડ બીજી પસંદ છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા ફોર્મમાં છે, ભારતે વૉર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યુ છે.