કોરોના વાયરસને કારણે છેલ્લા આઠ મહિનાથી ક્રિકેટ પણ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટથી કોરોનાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાનના ઘરેલુ ક્રિકેટર બિસ્મિલ્લાહ ખાનને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેને કોરેન્ટાઈમ કરવામાં આવ્યો હતો. જોકે આશ્ચર્યની વાત એ છે કે આ ખેલાડી કોરોના પોઝિટિવ હોવા છતાં મેચમાં ભાગ લેતો રહ્યો.

રિપોર્ટ્સ અનુસાર બલૂચિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન ખાન કાયદે આઝમ ટ્રોફીમાં દક્ષિણ પંજાબ વિરૂદ્ધ બીજી મેચમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે ચોથા દિવસ સુધી તેનો ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ તેની જગ્યાએ સબસ્ટ્ટિયૂટ અદનાન અકમલે વિકેટકીપિંગ કરી.

તેના કારણે ટૂર્નામેન્ટના આયોજન પર પણ શંકાના વાદળ ઘેરાઈ ગયા કારણ કે તમામ છ ટીમ એક જ હોટલમાં રોકાઈ હતી. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પુષ્ટી કરી છે કે તમામ ખેલાડી, સપોર્ટ સ્ટાફ અને મેચ અધિકારીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પીસીબીએ આ તમામ ખેલાડીઓને શુક્રવારથી શરૂ થનાર ત્રીજા તબક્કાની મેચ રમવા માટે તૈયાર છે.

પીસીબીએ કહ્યું કે, “કાયદે આઝમ ટ્રોફી ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટમાં ભાલ લઈ રહેલ તમામ 132 ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને મેચ અધિકારીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને છ નવેમ્બરથી શરૂ થનાર ત્રીજા તબક્કાની મેચમાં ભાગ લેવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યા છે.”

જણાવીએ કે, પાકિસ્તાનમાં ક્રિકેટ પર કોરોના વાયરસનો સૌથી વધારે કહેર જોવા મળ્યો છે. વિશ્વમાં કોરોના વાયરસથી થયેલ પૂર્વ ક્રિકેટરનું પ્રથમ મોતનો કેસ પાકિસ્તાનથી જ સામે આવ્યો હતો. જુલાઈમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર પહેલા પણ પાકિસ્તાનના 10 ખેલાડી પોઝિટિવ આવ્યા હતા.