SL vs PAK: એશિયા કપ 2022ની ફાઇનલ મેચમાં ગઇકાલે પાકિસ્તાની ક્રિકેટ ટીમું ત્રીજી વાર એશિયન ક્રિકેટમાં ચેમ્પીયન બનવાનુ સપનુ રોળાયુ હતુ, સારુ પ્રદર્શન કરીને ફાઇનલ સુધી પહોંચેલી પાકિસ્તાની ટીમને શ્રીલંકન ટીમે 23 રનથી હાર આપીને શ્રીલંકાએ છઠ્ઠીવાર એશિયા કપનો ખિતાબ નામે કર્યો હતો. દરેક લોકો પાકિસ્તાનની હાર પર વાતો કરી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે એક ચોંકાવનારુ ટ્વીટ વાયરલ થઇ રહ્યું છે. આ ટ્વીટમાં પાકિસ્તાનની ફાઇનલ હાર માટે એક ખેલાડીઓ સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લઇ લીધી છે, અને તે શાદાબ ખાન. જુઓ....... 


શ્રીલંકા સામેની ફાઇનલ મેચમાં એકસમયે પાકિસ્તાની ટીમ ખિતાબી જંગમાં ભારે પડી રહી હતી, પરંતુ બાદમાં ઉપરા છાપરી છુટેલા કેચોએ શ્રીલંકાને મજબૂત બનાવી દીધી હતી. હવે આ કેચ છૂટવાને લઇને ઓલરાઉન્ડ શાદાબ ખાને પાકિસ્તાની ફેન્સ પાસે માફી માંગી છે, ઉલ્લેખનીય છે કે, ફેન્સ હાર બાદ શાદાબ ખાનને સતત ટ્રૉલ કરી રહ્યાં હતા. 




શાદાબ ખાને ટ્વીટ કરી લખ્યું- કેચ પકડવાથી તમે મેચ જીતો છો, સૉરી, હું આ હારની જવાબદારી લઉં છું, મે મારી ટીમને મેચ હરાવી દીધી. ટીમ માટે સકારાત્મક પક્ષ નસીમ શાહ, હેરીસ રાઉફ, મોહમ્મદ નવાઝ અને આખા બૉલિંગ આક્રમણનુ શાનદાર પ્રદર્શન છે. મોહમ્મદ રિઝવાન અંત સુધી લડતો રહ્યો. આખી ટીમે પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કર્યો. શ્રીલંકાની અભિનંદન. 






PAK vs SL: ફાઇનલમાં હાર બાદ પાકિસ્તાની કેપ્ટન બાબરે શું કહ્યું, કઇ બે વાતોને યાદ કરીને રડી પડ્યો, જાણો--
શ્રીલંકાએ પાકિસ્તાનને ફાઇનલમાં 23 રનથી હાર આપીને છઠ્ઠી વાર એશિયા કપ જીતી લીધો હતો. આ સાથે જ પાકિસ્તાનનો ત્રીજી વાર એશિયા કપ ખિતાબ જીતવાનુ સપનુ તુટી ગયુ હતુ. જોકે મેચ પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ગદગદ થઇ ગયો હતો અને હાર માટે પોતે ભૂલોને સ્વીકારી હતી. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે મેચ હાર્યા બાદ કહ્યું- અમે 8 ઓવરો સુધી તેમના પર શિકંજો કસ્યો, તેમને કાબુમા રાખ્યાં, પરંતુ ભાનુકા રાજપક્ષેની શાનદાર બેટિંગે મેચ બદલી નાંખી, આ મેચ શાનદાર હતી, દુબઇમાં રમવાનુ હંમેશા શાનદાર રહ્યું છે. અમે બૉલિંગમાં 15-20 વધારાના રન આપ્યા. બાબરે આંખામા આસુ સાથે કહ્યું કે, અમે બેસ્ટ રીતે ફિનિશ ના કરી શક્યા. અમારી ફિલ્ડિંગ ખરાબ રહી, અમારા કેટલાક ખેલાડીઓ એશિયા કપ 2022 માટે પૉઝિટીવ રહ્યાં પરંતુ અમે કેટલીક ભૂલો બેટિંગ અને ફિલ્ડિંગમાં કરી જેના કારણે અમે ફાઇનલમાં શ્રીલંકા સામે હારી ગયા. અમે આનાથી શીખીને આગળ વધીશુ.