Shahid Afridi News: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીની મોટર વે પોલીસે લાહોરથી કરાચી જતી વખતે ઓવર સ્પીડમાં કાર ચલાવવા બદલ દંડ ફટકાર્યો છે. આફ્રિદીએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 1,500નો દંડ ચૂકવ્યો હતો અને મોટરવે પોલીસનો પક્ષ ન લેવા બદલ તેની પ્રશંસા કરી હતી. કારણ કે તે સ્પોર્ટ્સ સેલિબ્રિટી છે.


શાહિદ આફ્રિદીએ ટ્વીટ કરીને લખ્યું, "નેશનલ હાઈવે અને મોટરવે પોલીસના નમ્ર કર્મચારીઓ સાથે વાતચીત કરીને આનંદ થયો અને મને તેઓ ખૂબ જ વ્યાવસાયિક લાગ્યા. તેમજ મારું નમ્ર સૂચન છે કે અમારી પાસે ખૂબ જ સારા હાઇવે છે, 120kph કરતાં વધુની ઝડપે વાહન ચલાવવાની છૂટ હોવી જોઈએ.


કેવી છે આફ્રિદીની કરિયર


ક્રિકેટ મેચો દરમિયાન તેની છગ્ગા માટે જાણીતા, શાહિદ આફ્રિદીએ 27 ટેસ્ટ, 98 વનડે અને 99 ટી20માં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 1,716 રન, વનડેમાં 8,064 અને T20માં 1,416 રન બનાવ્યા છે. શાહિદ આફ્રિદીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ટેસ્ટમાં 48, વનડેમાં 395 અને T20માં 98 વિકેટ લીધી હતી.




આ પણ વાંચોઃ


IND vs IRE: કેપ્ટન હાર્દિક પંડ્યાએ જીત બાદ ખોલ્યું રાજ, આ કારણે અંતિમ ઓવરમાં ઉમરાન મલિક પર લગાવ્યો દાવ


Maharashtra Political Crisis Live: બળવાખોર ધારાસભ્યો સાથે કામાખ્યા મંદિર પહોંચ્યા એકનાથ શિંદે, કહ્યું- ફ્લોર ટેસ્ટ માટે જશે મુંબઈ


India Corona Cases Today : દેશમાં એક્ટિવ કેસ પહોંચ્યા એક લાખ નજીક, જાણો આજે કેટલા નોંધાયા કેસ