Deepak Hooda T20 Century: ભારત અને આરલેન્ડ વચ્ચેની 2 મેચોની ટી20 સીરીઝની છેલ્લી મેચ આજે ડબલીનમાં રમાઈ રહી છે. આ મેચમાં પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારીત 20 ઓવરના અંતે 227 રન બનાવ્યા હતા. આ દરમિયાન સંજુ સેમસન, દિપક હુડ્ડા, સુર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરી હતી. ભારતે 7 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. મહત્વનું છે કે, અંતિમ ઓવરમાં ભારતની ઘણી વિકેટો પડી ગઈ હતી.


દીપક હુડ્ડાએ સદી સાથે રેકોર્ડ બનાવ્યોઃ
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર દીપક હુડ્ડાએ કમાલ કરી બતાવ્યો છે. તેણે આયરલેન્ડ સામેની બે મેચની T20 શ્રેણીની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. આ સાથે તે રોહિત શર્મા, કેએલ રાહુલ અને સુરેશ રૈનાની ક્લબમાં સામેલ થઈ ગયો છે. જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ આ મામલે દીપકથી પાછળ રહી ગયો છે. કોહલીએ અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલ કરિયરમાં સદી ફટકારી નથી. દીપક હુડ્ડાએ આ સિદ્ધિ આયર્લેન્ડ સામે ડબલિનમાં રમાયેલી T20 મેચમાં મેળવી હતી.




T20Iમાં સદી ફટકારનાર ચોથો બેટ્સમેન હુડ્ડાઃ
દીપક હુડ્ડાએ આ સદી સાથે રોહિતની ક્લબમાં સામેલ થઈ ગયો છે. દીપક હુડ્ડાએ ત્રીજા નંબર પર બેટિંગ કરતાં તોફાની ઇનિંગ રમી હતી. તેણે 55 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તે T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. તેના પહેલા રોહિત શર્મા, કેએલ રાહુલ અને સુરેશ રૈનાએ સદી ફટકારી છે. અત્યાર સુધીમાં રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલમાં 4 સદી, કેએલ રાહુલે 2 સદી, સુરેશ રૈનાએ 1 સદી અને હવે દિપક હુડ્ડાએ પણ સદી ફટકારી છે.