Afghanistan Won Series Against Pakistan, Twitter Memes: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે (Afghanistan Cricket Team) શારજહાંમાં બીજી ટી20 મેચ રમાઇ હતી, પ્રથમ ટી20 મેચમાં હાર બાદ બીજી ટી20 મેચમાં પણ પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ અફઘાનિસ્તાન ટીમે ટી20 સીરીઝમાં પાકિસ્તાનને હરાવીને સીરીઝ પર કબજો જમાવી લીધો છે. આ હાર બાદ પાકિસ્તાનની ટીમની ટ્વીટર પર જોરદાર મજાક ઉડી રહી છે. ખાસ વાત છે કે, આ સીરીઝમાં પાકિસ્તાનના કેટલાય દિગ્ગજ ખેલાડીઓ બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાહીન આફ્રિદી અને ફખર જમાન આમાં નથી રમી રહ્યાં.
T20: અફઘાનિસ્તાને ઇતિહાસ રચ્યો, પાકિસ્તાનને સળંગ બીજી ટી20માં હાર આપી પ્રથમવાર સીરીઝ પર કબજો જમાવ્યો
Afghanistan Won Series Against Pakistan: શારજહાંમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાયેલી બીજી ટી20 ઇન્ટરનેશનલ મેચમાં અફઘાનની ટીને એકવાર ફરીથી જીત નોંધાવી છે, આ જીત સાથે જ અફઘાનિસ્તાને આ સીરીઝ પણ જીતી લીધી છે. આ સીરીઝમાં અફઘાન ટીમ 2-0થી આગળ છે. અફઘાનિસ્તાન બીજી મેચમાં 7 વિકેટથી જીત નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા શુક્રવારે રમાયેલી પહેલી ટી20 મેચમાં પણ અફઘાનિસ્તાનની ટીમને જીત મળી હતી, આ મેચમાં અફઘાનની ટીમે પાકિસ્તાનની ટીમને 6 વિકેટથી માતં આપી હતી.
ઇમાદ વસીમે 130 સુધી પહોંચાડ્યો સ્કૉર -
મેચમાં પાકિસ્તાનની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલ કર્યો હતો, એક સમયે પાકિસ્તાનની ટીમની પાંચ વિકેટ 63 રન પર જ પડી ગઇ હતી. આ પછી ઇમાદ વસીમે ઇનિંગને સંભાલી હતી અને ટીમોનો સ્કૉર 20 ઓવરોમાં 130 રન સુધી પહોંચાડ્યા હતો. ઇમાદ વસીમે અણનમ 57 બૉલમાં 64 રનની ઇનિંગ રમી હતી. આ તેનું પહેલું ટી20 ઇન્ટરનેશનલ અર્ધશતક હતી, વળી અફઘાન તરફથી ડાબોડી ફાસ્ટ બૉલર ફઝલહક ફારુકીએ ઇનિંગની પહેલી જ ઓવરમાં સેમ અયૂબ અને અબ્દુલ્લા શફીફ બન્નેને ઝીરોમાં આઉટ કરી દીધા હતા. ફારૂકીએ પોતાની ચાર ઓવરોમાં 19 રન આપીને 2 વિકેટો ઝડપી હતી.
અફઘાનિસ્તાને 19મી ઓવરમાં બદલી મેચ -
લક્ષ્યનો પીછો કરવા ઉતેરલી અફઘાનિસ્તાની ટીમને શરૂઆતમાં જ પહેલો ઝટકો લાગ્યો હતો, આ પછી રહેમાનુલ્લાહ ગુરુબાઝ (49 બૉલમાં 44 રન) અને ઇબ્રાહિમ જાદરાન (40 બૉલમાં 38 રન) બીજી વિકેટ માટે 56 રનની ભાગીદારી નોંધાવી હતી, અને ટીમને જીત તરફ આગળ લઇ ગયા હતા, જોકે, બાદમાં આ બન્ને આઉટ થયા બાદ મેચ ફંસાઇ ગઇ હતી. છેલ્લી ત્રણ ઓવરોમાં 30 અને છેલ્લી બે ઓવરોમાં 22 રનોની જરૂર હતી, નઝીબુલ્લાહ જાદરાન અને મોહમ્મદ નબીએ 19મી ઓવરોમાં ફાસ્ટ બૉલર નસીમ શાહ પર એક એક છગ્ગો ફટકાર્યો, આ પછી અફઘાનિસ્તાનને અંતિમ ઓવરમાં જીત માટે 5 રનોની જરૂર હતી, જાદરાને જમાન ખાનની છેલ્લી ઓવરમાં વિજયી બાઉન્ડ્રી ફટકારીને 131 રનના લક્ષ્યને એક બૉલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો.
ટૉપ-6 કોઇપણ ટીમ વિરુદ્ધ પહેલી સીરીઝ જીત -
ઉલ્લેખનીય છે કે, છ ટીમો ભારત, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાંથી કોઇપણ વિરુદ્ધ અફઘાનિસ્તાને પહેલી દ્વીપક્ષીય ટી20 ઇન્ટરનેશનલ સીરીઝ જીતી હતી. અફઘાન ટીમ આ પહેલા વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સીરીઝ અને ઝિમ્બાબ્વે વિરુદ્ધ પાંચમાંથી પાંચ સીરીઝ જીતી ચૂકી છે.