Pakistan Government Decided To Remove PCB Chairman Ramiz Raja: પાકિસ્તાન ક્રિકેટમાં મોટો ફેરફાર થયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, નજમ સેઠી PCBના નવા અધ્યક્ષ બની શકે છે. પાકિસ્તાનની નવી સરકારે રમીઝ રાજાને PCB અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા છે.


પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા


પૂર્વ ખેલાડી ઈમરાન ખાન સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા વધી હતી. હવે શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન છે. ગયા મહિને રિપોર્ટ આવ્યો હતો કે શાહબાઝ શરીફની સરકાર રમીઝ રાજાને PCB ચીફના પદ પરથી હટાવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીસીબીના પૂર્વ અધ્યક્ષ રમીઝ રાજાનું સ્થાન લેશે.


વર્ષ 2017માં બિનહરીફ ચૂંટાયા હતા


નોંધનીય છે કે 2017માં નજમ સેઠી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા જેમાં તેમણે તે સમયે શહરયાર ખાનની જગ્યાએ આ પદ સંભાળ્યું હતું. જો કે ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા બાદ નજમ સેઠીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ત્યાર બાદ તેમના સ્થાને અહસાન મનીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.


ઇમરાન ખાન વડાપ્રધાન હતા ત્યારે પીસીબીના કામકાજમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નવી સરકારની રચના સાથે સમગ્ર સિસ્ટમમાં ફરી એકવાર મોટા ફેરફારોની અપેક્ષા હતી. પાકિસ્તાનના ડોમેસ્ટિક ક્રિકેટને લઈને કરવામાં આવેલા ફેરફારોમાં ફરીથી કંઈક નવું જોવા મળી શકે છે.


India Squad For England: સૂર્યકુમાર અને જાડેજા ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તૈયાર, આ ઘાતક ખેલાડીનો નહીં થાય સમાવેશ


Gujarat Agriculture News: ગુજરાત સરકારે છેલ્લા સાત વર્ષમાં કુદરતી આફતો સામે ખેડૂતોને કેટલી આપી સહાય ? જાણો વિગત


Hardik Patel Resigns: હાર્દિક પટેલના રાજીનામા બાદ વાયરલ થયું તેનું બે વર્ષ જૂનું ટ્વિટ, જાણો શું લખ્યું હતું


LIC Listing Update: LIC નું નબળું લિસ્ટિંગ કેમ થયું? સરકારે આપ્યું આ કારણ.....