India vs Pakistan, Pakistan Playing 11: 2 સપ્ટેમ્બર શનિવારે ભારત અને પાકિસ્તાનની ટીમો 2023ના એશિયા કપમાં આમને-સામને ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાને ભારત સામેની મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે.
શાહીન આફ્રિદી સંપૂર્ણ રીતે ફિટ છે
પાકિસ્તાન માટે સારા સમાચાર છે. સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ભારત સામેની મેચ પહેલા સંપૂર્ણ રીતે ફિટ છે. પાકિસ્તાને પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. પાકિસ્તાન એ જ ટીમ સાથે ભારત સામે મેદાનમાં ઉતારી રહ્યું છે.
ભારત સામે પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન- ફખર ઝમાન, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઈફ્તિખાર અહેમદ, સલમાન આગા, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, હરિસ રઉફ, નસીમ શાહ અને શાહીન શાહ આફ્રિદી.
ભારત-પાકિસ્તાન મહામુકાબલામાં વરસાદ વિલન બની શકે છે
ક્રિકેટના ચાહકો માટે ખરાબ સમાચાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ શકે છે. બાલાગોલા વાવાઝોડું શનિવારે ભારે વરસાદ લાવશે. આવી સ્થિતિમાં ભારત-પાક મેચ વરસાદથી પ્રભાવિત થઈ શકે છે. હવામાન અહેવાલ અનુસાર, મેચ શરૂ થાય તે પહેલા કેન્ડીમાં વરસાદની 68 ટકા સંભાવના છે. મેચ દરમિયાન દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને વચ્ચે-વચ્ચે વરસાદ પડશે.
જો વરસાદને કારણે ભારત-પાક મેચ રદ્દ થશે તો શું થશે જાણો
જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ થશે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવશે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ 3 પોઈન્ટ સાથે સુપર-4 માટે ક્વોલિફાઈ થઈ જશે. ભારતીય ટીમ માટે તેની છેલ્લી ગ્રુપ મેચમાં નેપાળ સામે જીત મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. પાકિસ્તાન સામેની મેચ રદ્દ થયા બાદ જો ટીમ ઈન્ડિયા નેપાળ સામે હારશે તો તે એશિયા કપમાંથી બહાર થઈ જશે.
નેપાળ સામેની પોતાની પ્રથમ મેચમાં 238 રનની મોટી જીત નોંધાવીને પાકિસ્તાનની ટીમે સુપર-4માં પોતાનું સ્થાન બનાવવાની દિશામાં આગળ વધ્યું છે. ભારત અને પાકિસ્તાનની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. આ મેચનો ટોસ બપોરે 2.30 કલાકે થશે.
તમે મેચનું લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ ફ્રીમાં ક્યાં જોઈ શકો છો ?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચનું ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર ફ્રી-ડીશ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ મેચની ઓનલાઇન સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે. જેને યૂઝર્સ મોબાઇલ પર મફતમાં જોઈ શકશે.