PAK vs NZ Semi-final: સેમિ ફાઇનલમાં પાકિસ્તાનની ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટથી જીત, ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યુ

PAK vs NZ T20 Score Live: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં આજે પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે,

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 09 Nov 2022 05:01 PM
પાકિસ્તાનની શાનદાર જીત, ફાઇનલમાં પહોંચ્યુ

ટૉસ હારીને 153 લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે કીવી સામે શાનદાર 7 વિકેટથી જીત મેળવી લીધી છે. પાકિસ્તાની ટીમે 19.1 ઓવરમાં 3 વિકેટો ગુમાવીને 153 રનના લક્ષ્યને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે જ પાકિસ્તાન પહેલી ટીમ બની ગઇ છે જે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં પહોંચી છે. હવે આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે, તેમાંથી તેની સામે પાકિસ્તાની ચેમ્પીયન બનવા માટે ટક્કર થશે.

મોહમ્મદ રિઝવાનની ફિફ્ટી

બાબર આઝમ બાદ ઓપનર મોહમ્મદ રિઝવાનને પણ શાનદાર ફિફ્ટી ફટકારી છે, રિઝવાને 36 બૉલમાં 5 ચોગ્ગાની મદદથી 50 રનની ઇનિંગ રમી છે. 14 ઓવરના અંતે ટીમનો સ્કૉર એક વિકેટે 113 રન પહોંચ્યો છે. રિઝવાન 50 રન અને હેરિસ 8 રન બનાવી ક્રિઝ પર છે.

કેપ્ટન બાબર આઝમની તાબડતોડ ફિફ્ટી

પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે સેમિ ફાઇનલમાં શાનદાર ફિફ્ટી ફટકારી છે. બાબરે 38 બૉલમાં 7 ચોગ્ગાની મદદથી શાનદાર 50 રનની ઇનિંગ રમી છે. ટીમનો સ્કૉર 11 ઓવરમાં વિના વિકેટે 97 રન છે. 

10 ઓવરમાં પાકિસ્તાનના 87 રન

બાબર-રિઝવાનની તાબડતોડ બેટિંગના કારણે પાકિસ્તાની ટીમે 10 ઓવરના અંતે વિના વિકેટે 87 રન બનાવી લીધા છે. બાબર 43 રન અને રિઝવાન 41 રન બનાવીને ક્રિઝ પર છે.

પાવરપ્લેમાં પાકિસ્તાનની તાબડતોડ બેટિંગ, 50 રન પુરા

પાવરપ્લેમાં પાકિસ્તાની ઓપનરોએ ધમાલ મચાવી દીધી છે, કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને પ્રથમ 6 ઓવરમાં વિના વિકેટે 55 રન બનાવી લીધા છે, બાબર 25 અને રિઝવાન 28 રન બનાવીને ક્રિઝ પર છે.

પાકિસ્તાનની મજબૂત શરૂઆત

પ્રથમ સેમિ ફાઇનલમાં પાકિસ્તાને ટાર્ગેટનો પીછો કરતા મજબૂત શરૂઆત કરી છે, કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને તાબડતોડ બેટિંગ કરતાં કીવી ટીમને બેકફૂટ પર ધકેલી દીધી છે. પ્રથમ 5 ઓવરમાં પાકિસ્તાને વિના વિકેટે 47 રન બનાવી લીધા છે, બાબર 19 રન અને રિઝવાન 27 રન બનાવીને ક્રિઝ પર છે.

પાકિસ્તાનની શાનદાર બૉલિંગ

સેમિ ફાઇનલમાં ટૉસ હારીને બૉલિંગ કરવા ઉતરેલી બાબરની સેનાએ કીવી ટીમ સામે શાનદાર બૉલિંગનુ પ્રદર્શન કર્યુ છે. શાહીન આફ્રિદી 2 અને મોહમ્મદ નવાઝને 1 વિકેટ મળી હતી, જોકે, ઓવરઓલ કીવી બેટ્સમેનોને મોટો સ્કૉર કરતા રોકી રાખ્યા હતા. જોકે, કીવી ટીમ તરફથી સૌથી વધુ ડેરિલ મિશેલે 53 રન અને કેપ્ટન વિલિયમસને 46 રનની ઇનિંગ રમી હતી. 

જીત માટે પાકિસ્તાનને 153 રનોનો ટાર્ગેટ

ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજે ટી20 વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે. ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી કીવી ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા છે, જ્યારે આ સાથે જ પાકિસ્તાનને સેમિ ફાઇનલ મેચ જીતવા માટે 153 રનોનો ટાર્ગેટ મળ્યો છે. 

ડેરિલ મિશેલની શાનદાર ફિફ્ટી

કીવી ટીમના સ્ટાર બેટ્સમેન ડેરિલ મિશેલે પાકિસ્તાન સામેની પ્રથમ સેમિ ફાઇનલમાં શાનદાર ફિફ્ટી ફટકારી છે, મિશેલે 32 બૉલમાં શાનદાર 50 રનની ઇનિંગ રમી, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. 

કેપ્ટન વિલિયમસન આઉટ

કીવી કેપ્ટન કેન વિલિયમસન ફિફ્ટી ચૂકી ગયો છે, વિલિયમસનને 46 રનના અંગત સ્કૉર પર શાહીન આફ્રિદીએ બૉલ્ડ કરી દીધો છે. વિલયમસને 42 બૉલમાં 46 રનની ઇનિંગ રમી, જેમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગો સામેલ હતો. ટીમનો સ્કૉર 17 ઓવર બાદ 4 વિકેટના નુકશાને 123 રન પર પહોંચ્યો છે.

કીવી ટીમ 100 રનને પાર

ન્યૂઝીલેન્ડની ટીમનો સ્કૉર 100 રનને પાર થઇ ગયો છે, કેપ્ટન વિલિયમસન અને મિશેલે મોરચો સંભાળ્યો છે. 15 ઓવરના અંતે ટીમનો સ્કૉર 3 વિકેટના નુકશાને 106 રન પર પહોંચ્યો હતો. વિલિમયસન 43 રન અને મિશેલ 31 રન બનાવીને ક્રિઝ પર છે.

ન્યૂઝીલેન્ડનો ફ્લૉપ શૉ, 50 રનની અંદર 3 વિકેટો

કીવી ટીમનો ફરી એકવાર સેમિ ફાઇનલમાં ફ્લૉપ શૉ ચાલુ રહ્યો છે, ન્યૂઝીલેન્ડ ટીમે 50 રનની અંદર પોતાની 3 મહત્વની વિકેટો ગુમાવી દીધી છે. કીવી ટીમને ત્રીજો ઝટકો 8મી ઓવરની છેલ્લા બૉલ પર લાગ્યો છે, મોહમ્મદ નવાઝે ગ્લેન ફિલિપ્સને 6 રનના અંગત સ્કૉર પર કૉટ એન્ડ બૉવ્લ્ડ કરાવી દીધો છે. ટીમનો સ્કૉર 10 ઓવરના અંતે 3 વિકેટો ગુમાવીને 59 રન પર પહોંચ્યો છે, કેપ્ટન વિલિયમસન 23 રન અને ડેરિલ મેશિલ 5 રન બનાવીને ક્રિઝ પર છે.

ન્યૂઝીલેન્ડને બીજો ઝટકો

કીવી ટીમને સેમિ ફાઇનલમાં ખરાબ શરૂઆત થઇ છે, કીવી ટીમે 50 રનની અંદર પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી છે. ઓપન ડેવૉન કૉન્વેને શાદાબ ખાને 21 રનના સ્કૉર પર રન આઉટ કરાવી દીધો છે. 7 ઓવર બાદ કીવી ટીમનો સ્કૉર 2 વિકેટના નુકશાને 44 રન છે, કેપ્ટન વિલિયમસન 14 અને ગ્લેન ફિલિપ્સ 5 રન બનાવીને ક્રિઝ પર છે. 

કીવી ટીમને પ્રથમ ઝટકો

ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડ ટીમને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો છે, ઇનિંગની પહેલી જ ઓવરમાં સ્ટાર ઓપનર બેટ્સમેન ફિન એલનને શાહીન શાહ આફ્રિદીએ એલબીડબલ્યૂ આઉટ કરાવી દીધો છે. ફિન એલન 3 બૉલમાં 4 રન બનાવીને પેવેલિયન ભેગો થયો છે. ટીમનો સ્કૉર પ્રથમ ઓવરના અંતે 1 વિકેટના નુકશાને 6 રન પર પહોંચ્યો છે, ડેવૉન કૉન્વે 1 રન અને કેન વિલિયમસન 1 રન બનાવીને ક્રિઝ પર છે.

ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન - 

ન્યૂઝીલેન્ડે આજે મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, કીવી પ્લેઇંગ ઇલેવનમાં આજે - ફિન એલન, ડેવૉન કૉન્વે, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડેરેલ મિશેલ, જિમી નિશામ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી, ઇશ સોઢી, લૉકી ફર્ગ્યૂસન, ટ્રેન્ટ બૉલ્ટ. 

પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન - 

આજની સેમિ ફાઇનલમાં પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છે-  મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, મોહમ્મદ હેરિસ, શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ, નસીમ શાહ, હેરિસ રાઉફ. શાહીન આફ્રિદી.

ન્યૂઝીલેન્ડે ટૉસ જીત્યો, પહેલા બેટિંગ કરશે

કીવી ટીમના કેપ્ટન કેન વિલિયમસને પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં ટૉસ જીત્યો છે, અને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ છે, જ્યારે બાબર આઝમની પાકિસ્તાની ટીમને બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ છે. 

ભારત માટે માઠા સમાચાર

Virat Kohli Injured: ઇંગ્લેન્ડ વિરુ્દ્ધ સેમિ ફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમ અને ભારતીય ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાનો સ્ટારે બેટ્સમેન વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થઇ ગયો છે, પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટ કોહલીને ગ્રૉઇનમાં હર્ષલ પટેલનો બૉલ વાગતા ઇજાગ્રસ્ત થયો છે. રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયો છે અને તેને નેટ પ્રેક્ટિસ અધવચ્ચેથી છોડીને બહાર જવુ પડ્યુ હતુ. 

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડ ?

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની વચ્ચે અત્યાર સુધી 28 ટી20 મેચો રમાઇ છે, આમાં પાકિસ્તાને 17 મેચો જીતી છે અને ન્યૂઝીલેન્ડના ભાગે 11 મેચો જીત માટે આવી છે. એટલે કે ઓવરઓલ જોઇએ તો ટી20માં પાકિસ્તાની ટીમનું પલડુ ભારે દેખાઇ રહ્યું છે. તાજેતરમાં જ પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને તેના જ ઘરઆંગણે માત આપી હતી. પાકિસ્તાને ટી20 વર્લ્ડકપની ઠીક પહેલા ન્યૂઝીલેન્ડને ટ્રાઇ સીરીઝની ફાઇનલમાં હરાવ્યુ હતુ.

મેચનુ લાઇવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ ?

ભારતમાં ટી20 વર્લ્ડકપ 2022ની તમામ મેચોના પ્રસારણ અધિકાર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની પાસે છે. આવામાં સ્ટાર સ્પોર્ટ્સની અલગ અલગ ચેનલો પર આ સેમિ ફાઇનલ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આની સાથે જ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાશે. 

સેમિ ફાઇનલ મેચનુ લાઇવ પ્રસારણ

ન્યૂઝીલેનડ અને પાકિસ્તાન વચ્ચે આજે એટલે કે, 9 નવેમ્બર, (બુધવાર)એ બપોરે 1.30 વાગ્યાથી મેચ શરૂ થશે. આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. જો વરસાદ પડશે તો નિર્ધારિત દિવસમં મેચ ના થઇ શકે તો તે આગાળની દિવસ માટે જશે. એટલે સેમિ ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામા આવ્યો છે.

સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડેઃ -

T20 વર્લ્ડ કપ 2022ના નોકઆઉટ મુકાબલા સેમિફાઈનલ મેચોથી શરૂ થશે. આવી સ્થિતિમાં, આ મેચો દરમિયાન, ICC એ રિઝર્વ ડે રાખ્યો છે જેથી વરસાદને કારણે કોઈ સમસ્યા ન સર્જાય. જો મેચનું પરિણામ વરસાદને કારણે નિર્ધારિત સેમી-ફાઇનલ અને અંતિમ દિવસે બહાર ન આવી શકે, તો તે બીજા દિવસે પૂર્ણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો 9 નવેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ અને 10 નવેમ્બરે ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી સેમિફાઈનલ મેચ દરમિયાન વરસાદ પડે છે, તો આ મેચ બીજા દિવસે એટલે કે રિઝર્વ ડે પર પૂર્ણ થઈ શકે છે.

સુપર 12માં પાકિસ્તાનનુ નબળુ પ્રદર્શન

ટી20 વર્લ્ડકપ 2022માં પાકિસ્તાની ટીમની સફર - 
પહેલી મેચ, ભારત સામે 4 વિકેટથી હાર મળી 
બીજી મેચ, ઝિમ્બાબ્વે સામે 1 રનથી ફરી હાર મળી
ત્રીજી મેચ, નેધરલેન્ડ્સને 6 વિકેટથી હરાવ્યુ
ચોથી મેચ, દક્ષિણ આફ્રિકાને DL નિયમથી 33 રનથી હરાવ્યુ
પાંચમી મેચ, બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યુ

સુપર -12 રાઉન્ડમાં કીવી ટીમ

ટી20 વર્લ્ડકપ 2022માં ન્યૂઝીલેન્ડ ટીમની સફર -
પહેલી મેચ, ઓસ્ટ્રેલિયાને 89 રનથી હરાવ્યુ 
બીજી મેચ, અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ રદ્દ થઇ
ત્રીજી મેચ, શ્રીલંકાને 65 રનથી માત આપી 
ચોથી મેચ, ઇંગ્લેન્ડ સામે 20 રનથી હાર મળી 
પાંચમી મેચ, આયરલેન્ડને 35 રનથી હરાવ્યુ 

પાકિસ્તાનને મળ્યો ભાગ્યનો સાથ

પાકિસ્તાનની વાત કરીએ તો, પાકિસ્તાનની ટીમને સેમિ ફાઇનલમાં પહોંચવા માટે ભાગ્યનો સાથ મળ્યો છે. પાકિસ્તાની ટીમ ગૃપ 2માં હતી, અને આ ગૃપમાં ભારતીય ટીમ ટૉપ પર રહી હતી, જોકે, નેધરલેન્ડ્સે ટૉપ 2 ટીમ સાઉથ આફ્રિકાને હાર આપતા પાકિસ્તાનનો સેમિ ફાઇનલમાં પહોંચવાનો રસ્તો ખુલી ગયો હતો. પાકિસ્તાની ટીમનો સુપર 12માં સફર જોઇએ તો પાક ટીમે 5 મેચોમાંથી 3માં જીત મેળવી છે અને 2 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે, જોકે, 6 પૉઇન્ટ સાથે ગૃપ 2માં નંબર 2 બનીને સેમિ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.

ન્યૂઝીલેન્ડ ટીમનું પ્રદર્શન

ખાસ વાત છે કે, સુપર 12 રાઉન્ડમાં ગૃપ 1 અને ગૃપ 2માં 12 ટીમોને વહોંચવામાં આવી હતી, આમાં ગૃપ 1માં કીવી ટીમ ટૉપ પર રહી હતી, ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો ગૃપ 1માં ન્યૂઝીલેન્ડની ટીમ પાંચમાંથી 3 જીત અને 1 હાર સાથે સેમિ ફાઇનલમાં પહોંચી છે, આ ટીમને સુપર 12 રાઉન્ડમાં દમદાર પ્રદર્શન બતાવ્યુ છે, જોકે, એકમાત્ર હાર ઇંગ્લેન્ડ મળી છે. આ દમદાર પ્રદર્શનના આધારે કીવી ટીમ ગૃપ 1માં 7 પૉઇન્ટ સાથે ટૉપ પર રહી હતી અને સેમિ ફાઇનલમાં પહોંચી હતી. 

સિડનીમાં બન્ને ટીમોનો સક્સેસ રેશિયો

આ મેદાનની વાત કરીએ તો, અહીં ન્યૂઝીલેન્ડે કુલ ચાર ટી20 મેચો રમી છે, આમાંથી તે બેમાં જીત અને બેમાં હારનો સામનો કરી ચૂકી છે. તેનો સક્સેસ રેટ 50-50 ટકાનો છે. પાકિસ્તાનને અહીં બે મેચોમાંથી એકમાં જીત અને એકનુ પરિણામ નથી આવ્યુ. તેનો સક્સેસ રેશિયો 100 ટકાનો છે. 

પીચ રિપોર્ટ

પીચ રિપોર્ટની વાત કરીએ તો, અહીં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ વર્લ્ડકપની અત્યાર સુધી 6 મેચો રમાઇ છે, આમાંથી 5 મેચોમાં પહેલા બેટિંગ કરનારી ટીમને જીત મળી છે, આજની મેચમાં પણ ગ્રાઉન્ડ પર તે જ પીચનો ફરીથી ઉપયોગ કરવામાં આવશે, જ્યાં સુપર 12ની ઓપનિંગ મેચ રમાઇ હતી, આ પીચ પર ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતાં 200+ રન ફટકારી દીધા હતા. આવામાં આજે આ પીચ પર રનોના ઢગલા થઇ શકે છે. 




 


વરસાદ પડશે કે નહીં ?

હવામાન રિપોર્ટનુ માનીએ તો આજે સિડનીમાં વરસાદની સંભાવના ખુબ ઓછી છે, આજે વાતાવરણ એકદમ ચોખ્ખુ દેખાઇ રહ્યુ છે, અને મેચ કોઇપણ વરસાદી વિઘ્ન વિના પુરી થઇ શકે છે. 

આજે પ્રથમ સેમિ ફાઇનલ મેચ

આજે પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાશે, આજે બે મોટી ટીમો ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર આમને સામને ટકરાશે. આ મેચ આજે બપોરે 1.30 વાગ્યાથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પરથી લાઇવ થશે





બન્ને ટીમોના હેડ ટૂ હેડ આંકડા -

ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની વચ્ચે હેડ ટૂ હેડ આંકડાઓ અને હાર-જીતનો રેશિયો જોઇએ તો, આપણે ખબર પડશે કે ઓવરઓલ પાકિસ્તાની ટીમ ટી20 ફોર્મેટમાં કીવીઓ પર ભારે પડી છે. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે અત્યારે સુધી કુલ 28 ટી20 મેચો રમાઇ છે. આમાં પાકિસ્તાનનુ પલડુ ભારે રહ્યું છે, પાકિસ્તાને આમાંથી 17 મેચોમાં જીત હાંસલ કરી છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમને માત્ર 11 મેચોમાં જ જીત હાથ લાગી છે. એટલુ જ નહીં ટી20 વર્લ્ડકપની ઠીક પહેલાની વાત કરીએ તો પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર સીરીઝમાં હરાવ્યુ હતુ, આ રીતે પણ ન્યૂઝીલેન્ડ કરતા પાકિસ્તાનનો રેકોર્ડ સારો લાગી રહ્યો છે. જોકે, ખાસ વાત છે કે, આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં અત્યાર સુધી કીવી ટીમની બોલબાલા રહી છે, ટૂર્નામેન્ટ તેના માટે ખુબ સારી રહી છે, ન્યૂઝીલેન્ડએ અત્યાર સુધી દમદાર રમત બતાવી છે, તેની બેટિંગ અને બૉલિંગ બન્નેમાં સંતુલન દેખાઇ રહ્યું છે. જોકે, આજે નક્કી થઇ જશે કોણી ટીમ વધુ મજબૂત છે અને ફાઇનલ રમશે. 

ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 

ફિન એલન, ડેવૉન કૉનવે, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, જેમ્સ નિશામ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી, ટ્રેન્ટ બૉલ્ટ, ઇશ સોઢી, લૉકી ફર્ગ્યૂસન. 

પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન -

મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, મોહમ્મદ હેરિસ, શાન મસૂદ, ઇફ્તિખાસ અહેમદ, મોહમ્મદ નવાજ, શાદાબ ખાન, મોહમ્મદ વસીમ, નસીમ શાહ, શાહીન આફ્રિદી, હેરિસ રાઉફ.

પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિ ફાઇનલ

PAK vs NZ T20 WC Semifinal: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)માં આજે પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાશે, આજે બે મોટી ટીમો ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર આમને સામને ટકરાશે. આ મેચ આજે બપોરે 1.30 વાગ્યાથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પરથી લાઇવ થશે. આજની મેચને લઇને અહીં અમે બતાવી રહ્યાં છીએ કે ફાઇનલમાં પહોંચવા માટે આજની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયસન અને પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ કેવી ટીમને લઇને મેદાનમાં ઉતરશે. જાણો બન્નેની પ્લેઇંગ ઇલેવન.... 

બ્રેકગ્રાઉન્ડ

PAK vs NZ T20 Score Live: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં આજે પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમો સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફાઇનલમાં પહોંચવા માટે આમને સામને છે. એકબાજુ બાબર સેના છે, તો બીજીબાજુ વિલિયમસન આર્મી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.