મેચ જીતવા 279 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત નબળી રહી હતી અને 88 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ કેપ્ટન બાબર આઝમની 125 રનની ઈનિંગથી મેચ પાકિસ્તાન જીતે તેમ લાગતું હતું, પરંતુ 49મી ઓવરના બે બોલ પર મેચ પલટાઈ ગઈ હતી અને જોત જોતામાં અંતિમ બોલ સુધીમાં મેચ ટાઈ હતી.
વન ડે ક્રિકેટની આ 38મી ટાઈ મેચ હતી. જે બાદ વન ડે ક્રિકેટ ઈતિહાસની બીજી સુપર ઓવર થઈ હતી. જેમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. વન જે ઈતિહાસની પ્રથમ સુપર ઓવર ગત વર્ષે વર્લ્ડકપ ફાઇનલમાં વિશ્વએ જોઈ હતી. જે બાદ આજે બીજી સુપર ઓવર રમાઈ હતી.
સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમનો બેટ્સમેન ઈફ્તિખાર અહમદ પહેલા જ બોલે આઉટ થયો હતો. બીજા અને ત્રીજા બોલે પાકિસ્તાને એક-એક રન લીધો અને ચોથા બોલ પર ખુશદિલ શાહ બોલ્ડ થયો હતો. ઝિમ્બાબ્વેને મેચ જીતવા 3 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બ્રેંડન ટેલરે પહેલા બોલે એક રન લીધો, બીજો બોલ ડોટ ગયો અને ત્રીજા બોલ પર 2 રન લેતાં ઝિમ્બાબ્વેનો વિજય થયો હતો.
Coronavirus: સુરતમાં ફરી કોરોનાનો હાહાકાર, રાજ્યમાં આજે થયેલા કુલ મોતના 50 ટકા સુરતમાં નોંધાયા
અમદાવાદઃ ધનિક મહિલાઓ સાથે શારીરીક સંબંધો બાંધવાના નામે યુવકે બનાવ્યાં પેકેજ, 5 યુવતીઓને લીધી સાથે ને…..
ગુજરાત પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ શું કર્યા ટ્વિટ ? જાણો વિગતે