Rashid Latif On Rishabh Pant: ઇંગ્લેન્ડ વિરુદ્ધ એજબેસ્ટૉનમાં રમાઇ રહેલી પાંચમી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની ઇનિંગ દરમિયાન ઋષભ પંતે કમાલની બેટિંગ કરીને બધાને ચોંકાવી દીધા. ઋષભ પંતે માત્ર 111 બૉલમાં 20 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 146 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી, પંતની સાથે જાડેજાએ પણ શાનદાર ઇનિંગ રમી. હવે પંતની આ ઇનિંગ પર પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ખુશ થઇ ગયો છે, અને તેને મોટુ નિવેદન આપી દીધુ છે.


ઋષભ પંત વિકેટકીપરનો બ્રાયન લારા છે - રાશિદ લતિફ
પાકિસ્તાના પૂર્વ ક્રિકેટર રાશિદ લતિફ (Rashid Latif)એ ઋષભ પંત (Rishabh Pant)ની સરખામણી મહાન બેટ્સમેન બ્રાયન લારા સાથે કરી, તેને કહ્યું કે, - ઋષભ પંત ખરેખરમાં વિકેટકીપર બ્રાયન લારા છે. જ્યારે તે બેટિંગ કરે છે તો તે દરમિયાન લારાની ઝલક જોવા મળે છે. તેને આગળ કહ્યું- હું પહેલા પણ એ કહી ચૂક્યો છું કે ઋષભ પંત વિકેટકીપરનો બ્રાયન લારા છે, જ્યારે પંત રમે છે, પગની મૂવમેન્ટ વધુ નથી હોતી, તે થોડો આગળ નીકળે છે, અને બૉલને જ્યાં પણ હોય છે, ત્યાં તેને જલદીથી પિક કરી લે છે.


ઋષભ પંતે ઇંગ્લેન્ડની ફિલ્ડિંગ સાથે રમત રમી -
રાશિદ લતિફે કહ્યું કે, ઋષભ પંતે પોતાની બેસ્ટ ઇનિંગ દરમિયાન બૉલને પોતાની પાસે બહુજ વધારે આવવા દીધો, બે -ત્રણ શૉટ તેને મીડવિકેટની ઉપરથી ફાસ્ટ બૉલર્સની વિરદ્ધ રમ્યા. તે શૉટ્સ કાબિલેતારિફ હતા. તેમને કહ્યું કે ભારતીય વિકેટકીપર બેટ્સમેને ઇંગ્લેન્ડની ફિલ્ડિંગની સાથે રમત રમી અને પોતાની મરજી પ્રમાણે ખુલીને રન બનાવ્યા, તેમને આગળ કહ્યું કે, તે સયમ ઇંગ્લેન્ડના બધા ફિલ્ડર લગબગ અંદર ઉભા હતા, પરંતુ ઋષભ પંત વિના કોઇ પણ જાતનો ડર રાખ્યા વિના તેનો ભરપુર ફાયદો ઉઠાવ્યો.


આ પણ વાંચો..... 


ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


ગુજરાતના આ વિસ્તારોમાં મેઘમહેર, 28 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો


India Corona Cases Today: દેશમાં જુલાઈ મહિનામાં સતત ત્રીજા દિવસે નોંધાયા 16 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ


Crime News: ‘ખુન કા બદલા ખુન’,અમદાવાદમાં પુત્રની હત્યા કરનાર યુવકને પરિવારે જાહેરમાં રહેંસી નાખ્યો


Accident: રોડ અકસ્માતમાં ગુજરાતના આ બીજેપી નેતાનું મોત, કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ


LRD પરીક્ષાની આન્સર-કીમાં વિસંગતતા અંગે આવ્યા મોટા સમાચાર, જાણો શું છે બાબત