પાકિસ્તાનની આ હૉટ એન્ડ બ્યૂટીફૂલ મહિલા ક્રિકેટરની સગાઇથી સોશ્યલ મીડિયા પર એકબાજુ ફેન્સ તેને અભિનંદન આપી રહ્યાં છે, જ્યારે કેટલાક ફેન્સ કહી રહ્યાં છે કે તેમનુ દિલ તુટી ગયા. કેટલાક કૉમેન્ટ કરી રહ્યાં છે 'દિલ તુટ ગયા'...
કાયનાતે પોતાની સગાઇની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, આ તસવીરોમાં કાયનાત અને તેનો થનારો શૌહર એકદમ ખુશ દેખાઇ રહ્યાં છે. હજારોની સંખ્યામાં આ તસવીરો પર કૉમેન્ટ અને લાઇક્સ આવી રહી છે.
28 વર્ષીય ફાસ્ટ બૉલરે પાકિસ્તાન તરફથી 11 વનડે રમી છે, જેમાં 9 વિકેટ ઝડપી ચૂકી છે. વર્ષ 2010માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી ટી20 મેચથી કાયનાતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. બાદમાં વર્ષ 2011માં આયરલેન્ડ સામે વનડે ડેબ્યૂ કર્યુ હતુ.