England vs India: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે (IND vs ENG) આજે સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. આજની મેચ એજબેસ્ટૉનના બર્મિંઘમ (Edgbaston, Birmingham) મેદાનમાં રમાશે. આ જ મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી શિડ્યૂલ્ડ ટેસ્ટ રમાઇ હતી, જેમાં ભારતીય ટીમની કારમી હાર થઇ હતી. જોકે, હવે આજ મેદાન પર ટી20 માટે કેપ્ટન રોહિત શર્મા માટે પણ મોટી મુસ્કેલી ઉભી થઇ શકે છે. આ મુસ્કેલી અંતિમ પ્લેઇંગ ઇલેવન બનાવવામાં રહેશે.
ખાસ વાત છે કે, આજની ટી20માં ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે ત્રણ ખેલાડીઓ રેસમાં છે, જેમાં એક ઇશાન કિશન, દિનેશ કાર્તિક અને હવે ઋષભ પંત પણ ટીમ સાથે જોડાઇ ગયો છે. પ્લઇંગ ઇલેવનમાં આ ત્રણમાંથી કોને ટીમમાં સામેલ કરવો તે કેપ્ટન અને કૉચ માટે મોટો પડકાર બની શકે છે.
એક રિપોર્ટ પ્રમાણે, ઇશાન કિશનને ટીમમાં ફરી એકવાર જગ્યા મળી શકે છે. ટી20 મેચમાં ઇશાન કિશન વિકેટકીપિંગ નહીં પરંતુ કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગમાં ઉતરી શકે છે. આવામાં હવે જોવાનુ એ રહેશ કે ઋષભ પંત અને દિનેશ કાર્તિક બન્નેને ટીમમાં કઇ રીતે સામેલ કરવામાં આવી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે ઋષભ પંત ટી20માં ચાલ્યો નથી, દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સીરીઝમાં ઋષભ પંત નિષ્ફળ રહ્યો હતો, જોકે, દિનેશ કાર્તિકે સારી બેટિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા.
દક્ષિણ આફ્રિકા સામે પંતે પાંચ ટી20 મેચોમાં 29, 5, 6, 17 અને અણનમ 1 રન બનાવ્યો હતો. તો વળી દિનેક કાર્તિકની વાત કરવામાં આવે તો આફ્રિકા સીરીઝમાં કાર્તિકે અણનમ 1, અણનમ 30, 6 અને 55 રનની ધાકડ ઇનિંગ રમી હતી. આના પરથી માની શકાય કે પંત માટે ટી20માં જગ્યા બનાવવી ખુબ કઠિન સાબિત થઇ શકે છે.
બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ટીમ ઇન્ડિયા -
રોહિત શર્મા (કેપ્ટન), દીપક હુડ્ડા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝર્વેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ
ઇગ્લેન્ડની ટીમ -
જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, મોઇન અલી, લિયામ લિવિંગસ્ટોન, હૈરી બ્રુક, સૈમ કરન, ક્રિસ જોર્ડન, ટાઇમલ મિલ્સ, મૈથ્યૂ પાર્કિસન, રીસ ટોપલે
આ પણ વાંચો.....
Black food: ડાયેટમાં સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે વરદાન
ગુજરાતમાં ધોધમાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ
Panther Attack: અમરેલીમાં ઝૂંપડામાં સૂતેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાતા ચકચાર