ઉલ્લેખનીય છે કે, પ્રથમ મુંબઇની વનડેમાં ઋષભ પંતને બેટિંગ દરમિયાન માથાના ભાગે બૉલ વાગ્યો હતો. જેના કારણે તે વિકેટકીપિંગ કરવા મેદાનમાં ન હતો આવી શક્યો. તેની જગ્યાએ કેએલ રાહુલે વિકેટકીપિંગ કરી હતી. હાલ પંત સારવાર હેઠળ છે જોકે, સ્થિતિ સ્થિર બતાવવામાં આવી રહી છે.
ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડે આજે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાવવાની છે. જો ટીમમાં ફેરફાર થશે તો કેપ્ટન કોહલી વનડેમાં આંધ્રના યુવા વિકેટકીપર બેટ્સમેનને મોકો આપી શકે છે.
આંધ્રનો યુવા વિકેટકીપર કેએસ ભરત છેલ્લા કેટલાય સમયથી સારી રીતે ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે, હવે ઓસ્ટ્રેલિયા સામ તેને પંતના બેકઅપ તરીકે સામેલ કરવામાં આવ્યો છે.