રાજકોટઃ કોહલી એન્ડ કંપની પર ઘરઆંગણે વનડે સીરીઝ હારવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આજે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી વનડે રમાવવાની છે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વનડે જીતીને ભારત પર 1-0થી લીડ બનાવી લીધી છે. હવે આજની મેચ ભારત માટે કરો યા મરોની ટક્કરથી કમ નથી. જેથી ટીમમાં કેપ્ટન કેટલાક ફેરફારો કરી શકે છે.

પ્રથમ વનડેમાં કાંગારુ ટીમે ભારતને 10 વિકેટે માત આપી, આ કારમી હારનો બદલો લેવા અને સીરીઝમાં બરાબરી કરવા ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઇલેવનમાં ચેન્જીસ કરી શકે છે.

રિપોર્ટ પ્રમાણે ટીમમાં મોટા ફેરફારોની સંભાવના છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પહેલાથી ઇજાગ્રસ્ત થતાં બીજી વનડેમાંથી બહાર થઇ ગયો છે. જેના કારણે કેએલ રાહુલ વિકેટકીપિંગની જવાબદારી સંભાળી શકે છે.



આજની બીજી વનડેમાં કોહલી મનિષ પાંડે કે કેદાર જાદવને મોકો આપી શકે છે, આ ઉપરાંત ફાસ્ટ બૉલરમાં ફેરફાર કરીને શાર્દૂલ ઠાકુર કે પછી તેની જગ્યાએ નવદીપ સૈનીને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. સ્પીનરમાં કુલદીપ યાદવને ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં સમાવી શકાય છે.



સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ-
ભારતીય ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે/કેદાર જાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર/નવદીપ સૈની, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ.