નવી દિલ્હી: દેશમાં કોરોના સંકટ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) રમાઈ રહી છે. હાલ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે રમતા પેટ કમિન્સે  પીએમ કેયર્લ ફંડમાં 50,000 ડોલરની મદદ કરી છે. પેટ કમિન્સે દેશમાં થઈ રહેલી ઓક્સિજનની અછતનો સામનો કરવા માટે મદદ કરી છે. આ પૈસાથી હોસ્પિટલમાં ઓક્સિજન ખરીદી શકાય.



પેટ કમિન્સે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી. તેમાં તેણે લખ્યું કે, ભારત એવો દેશ છે જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી મને ખુબ પ્રેમ મળતો રહ્યો છે અને અહીંના લોકો પણ પ્રેમાળ અને સપોર્ટિંગ છે. હું જાણું છું કે છેલ્લા કેટલાક સમયથી આ દેશમાં કોરોના વાયરસને કારણે ખુબ મુશ્કેલી ઉભી થઈ છે. જેથી દેશભરની હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી થવી સામેલ છે. તેવામાં એક ખેલાડીના નાતે હું પીએમ કેયર્સ ફંડમાં 50 હજાર યૂએસ ડોલર (37 લાખ રૂપિયા) ની સહાયતા રાશિ આપવા ઈચ્છુ છું અને હું મારા સાથી ખેલાડીઓને વિનંતી કરુ છું તે તે પણ મદદ માટે આગળ આવે. 


પેટ કમિન્સ આ સમયે ભારતમાં છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ રમી રહ્યો છે. આ સાથે તેણે પોતાના સાથી ક્રિકેટરોને પણ આ મુશ્કેલ સમયમાં મદદની અપીલ કરી છે. 


પેટ કમિન્સે આગળ કહ્યું, ખેલાડીના રૂપમાં અમને એક એવું મંચ મળ્યું છે, જેનાથી અમે લાખો લોકો સુધી સરળતાથી પહોંચી શકીએ છીએ. આ મંચનો ઉપયોગ અમે સારા કામ માટે કરી શકીએ છીએ. આ વાતને ધ્યાનમાં રાખતા મે વિશેષ રુપથી ભારતમાં હોસ્પિટલોમાં ઓક્સીજનની અછત માટે પીએમ કેયર્સ ફંડમાં યોગદાન આપ્યું છે. તેણે કહ્યું હું મારા આઈપીએલના સાથી ખેલાડીઓને યોગદાન આપવા પ્રોત્સાહિત કરીશ. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


 


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,53,991 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2812 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 2,19,272 લોકો ઠીક પણ થયા છે. 


 


કુલ કેસ-  એક કરોડ 73 લાખ 13 હજાર 613


 


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 43 લાખ 04 હજાર 382


 


કુલ એક્ટિવ કેસ - 28 લાખ 13 હજાર 658


 


કુલ મોત - 1 લાખ 95 હજાર 123