GT vs PBKS: પંજાબે ગુજરાતના જડબામાંથી જીત છીનવી, શશાંક-આશુતોષની વિસ્ફોટક બેટિંગ

PBKS vs GT Live Score, IPL 2024 Live Score: અહીં તમને ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સની મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 04 Apr 2024 11:40 PM
પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવ્યું

GT vs PBKS Full Highlights:  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2024ની 17મી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવ્યું હતું. પંજાબ એક બોલ બાકી રહેતા જીતી ગયું. પંજાબે ગુજરાતના જડબામાંથી જીત છીનવી લીધી એમ કહેવું ખોટું નહીં હોય. પ્રથમ બેટિંગ કરતા  ગુજરાતે 20 ઓવરમાં 199 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં પંજાબ કિંગ્સે એક સમયે માત્ર 70 રનમાં પોતાની તમામ મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. ત્યારબાદ શશાંક સિંહે ગુજરાતના બોલરો પર પ્રહારો કર્યા હતા. તેણે ઈમ્પેક્ટ પ્લેયર આશુતોષ શર્મા સાથે કરિશ્માઈ બેટિંગ કરીને પોતાની ટીમને જીત તરફ દોરી. શશાંકે માત્ર 29 બોલમાં 61 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. જ્યારે આશુતોષ શર્માએ 17 બોલમાં 31 રન બનાવ્યા હતા.


 



પંજાબનો સ્કોર 83/4

10 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 4 વિકેટે 83 રન છે. સિકંદર રઝા સાત રને અને શશાંક સિંઘ સાત રને રમતમાં છે. પંજાબને હવે 60 બોલમાં જીતવા માટે 117 રન બનાવવાના છે. મેચ સંપૂર્ણપણે પંજાબના હાથમાં છે.

પંજાબનો સ્કોર 50ની નજીક છે

પંજાબ કિંગ્સના બેટ્સમેન ઝડપથી રન બનાવી રહ્યા છે. સ્કોર 5 ઓવરમાં એક વિકેટે 48 રન થઈ ગયો છે. જોની બેરસ્ટો 12 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 22 રન અને પ્રભસિમરન સિંહ 16 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 24 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 35 રનની ભાગીદારી થઈ છે.

પંજાબને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ

ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 4 વિકેટ 199 રન બનાવ્યા છે. આમ પંજાબને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુજરાત તરફછી ગિલે સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેવટીયાએ 8 બોલમાં 23 પન બનાવી શાનદાર બેટિંગ કરી હતી.


 





ગુજરાતની ચોથી વિકેટ પડી

ગુજરાતની ચોથી વિકેટ 18મી ઓવરના ચોથા બોલ પર પડી હતી. વિજય શંકર 10 બોલમાં આઠ રન બનાવીને આઉટ થયો હતો. બીજા છેડે શુભમન ગિલ સરળતાથી રન બનાવી રહ્યો છે. તે 43 બોલમાં 81 રન સુધી પહોંચી ગયો છે. ગુજરાતનો સ્કોર 18 ઓવરમાં 4 વિકેટે 166 રન છે.

સાઈ સુદર્શન આઉટ

ગુજરાત ટાઇટન્સે 14મી ઓવરમાં 122 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. સાઈ સુદર્શન 19 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી 6 ચોગ્ગા આવ્યા હતા. હવે 14 ઓવરમાં ગુજરાતનો સ્કોર 3 વિકેટે 123 રન છે.

ગુજરાતનો સ્કોર 91/2

ગુજરાત ટાઇટન્સનો સ્કોર 11 ઓવર બાદ 2 વિકેટે 91 રન છે. શુભમન ગિલ 21 બોલમાં 31 રન બનાવીને રમતમાં છે. તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી છે. જ્યારે સાઈ સુદર્શન 10 બોલમાં 17 રન પર છે. તેણે ત્રણ ચોગ્ગા ફટકાર્યા છે.

પાવરપ્લે ગુજરાતના નામે રહ્યો

પાવરપ્લે એટલે કે પ્રથમ 6 ઓવર ગુજરાતના નામે રહી. 6 ઓવર પછી ગુજરાત ટાઇટન્સનો સ્કોર એક વિકેટે 52 રન છે. શુભમન ગિલ 10 બોલમાં 19 રન અને કેન વિલિયમસન 13 બોલમાં 16 રન બનાવીને રમતમાં છે. બંને સારી લયમાં બેટિંગ કરી રહ્યા છે.

રબાડાએ ગુજરાતને પહેલો ઝટકો આપ્યો

ત્રીજી ઓવરના પાંચ બોલમાં બે ચોગ્ગા સાથે 11 રન બનાવ્યા હતા. ત્યારબાદ છઠ્ઠા બોલ પર રબાડાએ સાહાને કેચ આઉટ કરાવ્યો હતો. સાહા 13 બોલમાં 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બીજા છેડે શુભમન ગિલ પાંચ બોલમાં 13 રન બનાવીને રમતમાં છે.

પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સિકંદર રઝા, સેમ કરન, શશાંક સિંહ, હર્ષલ પટેલ, હરપિત બ્રાર, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ

ગુજરાત ટાઇટન્સ પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઈ સુદર્શન, અઝમતુલ્લા ઓમરઝાઈ, કેન વિલિયમસન, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, ઉમેશ યાદવ, દર્શન નાલકાંડે.

પંજાબે ટોસ જીત્યો હતો

પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. લિયામ લિવિંગસ્ટોન આજે પંજાબમાં નથી રમી રહ્યો. ગુજરાતની ટીમમાં આજે ડેવિડ મિલરનો સમાવેશ નથી કરવામાં આવ્યો.


 





બ્રેકગ્રાઉન્ડ

IPL 2024, PBKS vs GT Live Score: IPL 2024 ની 17મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. ગુજરાતે આ સિઝનમાં અત્યાર સુધીમાં 3 મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન 2 મેચ જીતી છે. જ્યારે પંજાબે 3માંથી એક મેચ જીતી છે. ગુજરાત અને પંજાબ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. ગુજરાતની ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. લિયામ લિવિંગસ્ટોનને પંજાબ તરફથી બ્રેક આપવામાં આવી શકે છે. ઈજાના કારણે તે પરેશાન છે. જો પીચની વાત કરીએ તો તે બેટ્સમેનો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.