KKR vs PBKS Live Score: કોલકાતાએ પંજાબને 5 વિકેટથી આપી હાર, નીતીશની અડધી સદી, રસેલની તોફાની ઈનિંગ
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સની ટીમો આમને-સામને છે. પંજાબ કિંગ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને પાંચ વિકેટે હરાવ્યું. આ મેચમાં પંજાબે પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ છેલ્લા બોલે પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સના 11 મેચમાં 10 પોઈન્ટ થઈ ગયા છે અને આ ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને આવી ગઈ છે. પંજાબ પણ 11 મેચમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.
KKR vs PBKS લાઈવ સ્કોર: કોલકાતાને વેંકટેશ ઐયરના રૂપમાં 115ના સ્કોર પર બીજો ફટકો લાગ્યો હતો. રાહુલ ચહરે 11ના અંગત સ્કોર પર અય્યરને પોતાનો શિકાર બનાવ્યો હતો.
KKR vs PBKS લાઈવ સ્કોર: કોલકાતાએ 12 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા છે. નીતિશ રાણા 34 અને વેંકટેશ અય્યર 9 રન બનાવીને રમી રહ્યા છે.
6 ઓવરના અંતે કોલકાતાનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 52 રન છે. જેસન રોય 29 અને નીતિશ રાણા 5 રને રમતમાં છે. કોલકાતાને જીતવા 84 બોલમાં 128 રનની જરૂર છે.
180 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી કોલકાતાની ટીમે સંગીન શરૂઆત કરી છે. 4 ઓવરના અંતે સ્કોર 36 રન પર વિના વિકેટ છે. જેસન રોય 20 અને ગુરબાઝ 15 રને રમતમાં છે.
પંજાબે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 179 રન બનાવ્યા છે. શિખર ધવને સર્વાધિક 57 રન બનાવ્યા. શાહરૂખ ખાન 8 બોલમાં 21 રન અને હરપ્રીત 9 બોલમાં 17 રન બનાવી નોટ આઉટ રહ્યા. કેકેઆર તરફથી વરૂણ ચક્રવર્તીએ 3 વિકેટ લીધી.
KKR vs PBKS Live: શિખર ધવને તેની અડધી સદી 41 બોલમાં પૂરી કરી. તે 43 બોલમાં 55 રન પર છે. તેની સાથે સેમ કરન ત્રણ રન પર છે. 14 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 4 વિકેટે 114 રન છે.
પંજાબ કિંગ્સની ચોથી વિકેટ 106 રનના સ્કોર પર પડી હતી. જીતેશ શર્મા 18 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો છે. તેણે પોતાની ઇનિંગમાં બે સિક્સર ફટકારી હતી. હવે સેમ કરન કેપ્ટન શિખર ધવન સાથે ક્રિઝ પર છે. 13 ઓવર પછી પંજાબનો સ્કોર ચાર વિકેટે 109 રન છે.
KKR vs PBKS Live: 9 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર 3 વિકેટ પર 79 રન છે. સુયેશ શર્માની આ ઓવરમાં જિતેશ શર્માએ શાનદાર સિક્સર ફટકારી હતી. જીતેશ 11 અને ધવન 32 રને રમતમાં છે. બંને વચ્ચે 26 રનની ભાગીદારી થઈ છે.
KKR vs PBKS લાઈવ સ્કોર: લિયામ લિવિંગસ્ટોન છઠ્ઠી ઓવરમાં વરુણ ચક્રવર્તી દ્વારા આઉટ થયો હતો. લિવિંગસ્ટોને 9 બોલમાં 15 રન બનાવ્યા હતા. હવે જીતેશ શર્મા આવ્યો છે. 6 ઓવર પછી પંજાબનો સ્કોર 3 વિકેટે 58 રન છે.
પંજાબ કિંગ્સની પ્રથમ વિકેટ 21 રનના સ્કોર પર પડી હતી. પ્રભસિમરન સિંહ આઠ બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 12 રન બનાવીને આઉટ થયો હતો. હર્ષિત રાણાના બોલ પર વિકેટકીપર રહેમાનુલ્લા ગુરબાજે તેનો શાનદાર કેચ પકડ્યો હતો. હવે ભાનુકા રાજપક્ષે કેપ્ટન શિખર ધવન સાથે ક્રિઝ પર છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, વૈભવ અરોરા, હર્ષિત રાણા, સુયશ શર્મા, વરુણ ચક્રવર્તી.
પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન - પ્રભસિમરન સિંહ, શિખર ધવન (કેપ્ટન), ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કરન, શાહરૂખ ખાન, હરપ્રીત બરા[ર, ઋષિ ધવન, રાહુલ ચહર અને અર્શદીપ સિંહ.
KKR vs PBKS લાઈવ સ્કોર: પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. KKR કોઈપણ ફેરફાર વિના મેદાનમાં ઉતરશે.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2023, Match 53, KKR vs PBKS: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સની ટીમો આમને-સામને છે. પંજાબ કિંગ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ KKRના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં રમાશે. KKR એ લીગમાં અત્યાર સુધી 10 માંથી 4 મેચ જીતી છે, જ્યારે પંજાબે 10 માંથી 5 મેચ જીતી છે. આ સિઝનમાં જ્યારે બંને ટીમો પ્રથમ વખત આમને સામને આવી હતી, ત્યારે પંજાબે DLS પદ્ધતિથી મેચ 7 રનથી જીતી હતી. આવી સ્થિતિમાં કોલકાતાની નજર પણ પાછલી હારનો બદલો લેવા પર રહેશે.
કેકેઆરનો હાથ ઉપર છે
IPL 2023માં પંજાબ અને કોલકાતાની સ્થિતિ ગંભીર છે. બંને ટીમો તેમની છેલ્લી 5 મેચમાં 3-3થી હારનો સામનો કરી ચુકી છે. સીઝનની શરૂઆતમાં સારું પ્રદર્શન કરનાર ટીમો હવે ક્વોલિફાઇંગ રેસમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે. જો આપણે બંને ટીમો વચ્ચે માથાકૂટની વાત કરીએ તો કોલકાતાનો હાથ ઉપર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -