IPL 2021: IPL 2021 સીઝનની 21મી મેચમાં કિંગ્સ પંજાબને  કોલકાતા નાઈટ રાઈડર્સે પાંચ વિકેટથી હાર આપી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી કેપ્ટન મોર્ગને શાનદાર ઈનિંગ રમતા નોટઆઉટ 47 રન બનાવ્યા હતા. આ સિવયા રાહુલ ત્રિપાઠીએ 41 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 



પંજાબ કોલકાતા વચ્ચે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.   કિંગ્સે પંજાબે પ્રથમ બેટિંગ કરતા કોલકાતાના જીત માટે 124 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  પંજાબની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 123 રન બનાવ્યા છે. પંજાબ તરફથી સૌથી વધુ રન મયંક અગ્રવાલે બનાવ્યા હતા. મયંક અગ્રવાલે 31 રન અને ક્રિસ જોર્ડને 30 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ખાસ કમાલ કરી શક્યા નથી. કોલકાતા તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 વિકેટ ઝડપી હતી.


IPL 2021 સીઝનની 21મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.  આ મેચ મોદી સ્ટેડિયમમાં રમાનારી પ્રથમ IPL મેચ હતી.  પંજાબની ટીમમાં એલનની જગ્યાએ ક્રિસ જોર્ડનનો સમાવેશ કરાયો છે. કેકેઆરના કેપ્ટન ઈયોન મોર્ગને ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાએ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ બદલાવ નથી કર્યો. 



કોલકાતા નાઈટ રાઈડર પ્લેઈંગ ઈલેવન: ઓઈન મોર્ગન, નીતીશ રાણા, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક, સુનીલ નરેન, આંદ્રે રસેલ, પેટ કમિન્સ, વરૂણ ચક્રવર્તી, શિવમ માવી, પ્રસિદ્ધ કૃષ્ણા.



કિંગ્સ પંજાબ ઈલેવન: લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ક્રિસ ગેઇલ, મોઇઝિસ હેન્રીક્સ, નિકોલસ પૂરન, દિપક હૂડા, શાહરૂખ ખાન, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, મોહમ્મદ શમી અને અર્શદિપ સિંહ.