IPL 2021માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ પંજાબ વચ્ચે મુકાબલો હતો આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે કિંગ્સ પંજાબની 34 રનથી જીત થઈ છે.  કિંગ્સ પંજાબમે બેંગ્લોરને જીત માટે 180 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 145 રન બનાવી શકી હતી.  વિરાટ કોહલીએ 35 રન અને રજત પાટીદારે 31 રન બનાવ્યા હતા. હર્ષલ પટેલે 13 બોલમાં 31 રનની ઈનિંગ રમી હતી.  આ સિવાય તમામ બેટ્સમેન ફેલ રહ્યા હતા. ડિવિલિયર્સ માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. પંજાબ તરફથી હરપ્રીતે 3 વિકેટ ઝડપી હતી. 




કિંગ્સ પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબ તરફથી કેએલ રાહુલ ખૂબ જ શાનદાર ઈનિંગ રમતા 57 બોલમાં નોટઆઉટ 91 રન બનાવ્યા હતા. ગેઈલે પણ શાનદાર ઈનિંગ રમતા 24 બોલમાં 46 રન બનાવ્યા હતા. 



IPL 2021માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ પંજાબ વચ્ચે મુકાબલો હતો. બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  મયંક અગ્રવાલ ઈજાગ્રસ્ત હોવાથી આ મેચમાં ભાગ લઈ શક્યો નથી. 



રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ શાહબાઝ અહેમદને ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે કિંગ્સ પંજાબે મોઈસીસ હેનરીક્સ, અર્શદિપ સિંહ અને મયંક અગ્રવાલની જગ્યાએ રાઈલી મેરિડિથ, પ્રભસિમરન સિંહ અને હરપ્રીત બરારને ટીમમાં સામેલ કર્યા છે.


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડ્ડિકલ, રજત પાટીદાર, એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, ડેનિયલ સેમ્સ, કાઈલ જેમિસન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ


પંજાબ કિંગ્સ:  લોકેશ રાહુલ (કેપ્ટન), ક્રિસ ગેઈલ, પ્રભસિમરન સિંહ, નિકોલસ પૂરન, દીપક હૂડા, શાહરૂખ ખાન, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી, રાઈલી મેરિડિથ, હરપ્રીત બરાર