રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર અને ગુજરાતી ક્રિકેટર જયદેવ ઉનડકટે આઈપીએલની સેલેરીનો 10 ટકા હિસ્સો દાન કરવાની જાહેરાત કરી છે. જેનાથી કોરોના મહામારીમાં મેડિકલ સાધનો  અને આવશ્યક વસ્તુઓ ખરીદવામાં મદદ મળી શકે. આ વાતની જાણકારી ક્રિકેટરે પોતે ટ્વિટ કરીને આપી છે.  આ સાથે જ તેણે એક વીડિયો પણ ઓફિશિયલ ટ્વિટર પર શેર કર્યો છે. 
 
ટ્વિટર પર એક વીડિયો સંદેશમાં ફાસ્ટ બોલર જયદેવ ઉનડકરે કહ્યું, 'હું છેલ્લા કેટલાક સપ્તાહથી કંઈક અનુભવી રહ્યો છું જે તમારી સાથે શેર કરવા ઈચ્છુ છું. આપણો દેશ ખૂબ જ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને મને ખબર છે કે કઈ રીતે અમે આ પરિસ્થિતિમાં ક્રિકેટ રમી રહ્યા છીએ. મને ખબર છે કે એક વ્યક્તિગત રીતે નુકસાન કેટલું દર્દનાક હોઈ શકે છે અને પોતાના જીવન માટે લડતા પોતાના નજીકના મિત્રોને જોવા કેટલા ચિંતાજનક હોય છે. હું બંને સ્થિતિમાં રહ્યો છું.'



તેણે આગળ કહ્યું કે છતાં હુ એમ નથી કહી રહ્યો કે આ સમયે ક્રિકેટ રમવું યોગ્ય છે કે નહી. પરંતુ ઈમાનદારીથી આ સ્થિતિમાં પરિવાર અને મિત્રોથી દૂર રહેવું મુશ્કેલ છે. મને લાગે છે કે આ રમત ઘણા લોકો માટે ખુશી લાવે છે. મારુ દિલ હાલ પ્રભાવિત લોકો સાથે છે. કૃષા કરી મજબૂત રહો. આપણે બધા એક સાથે આવીએ, યોગદાન કરીએ અને એકબીજાની મદદ કરીએ જે પણ આપણે કરી શકીએ.


જયદેવ ઉનડકટે વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું હું પોતાના આઈપીએલ સેલેરીના 10 ટકા હિસ્સો એ લોકો માટે આપી રહ્યો છું જેમને આવશ્યક મેડિકલ સાધનોની જરુર છે. મારા પરિવાર સુનિશ્ચિત કરશે કે યોગ્ય જગ્યાએ પહોંચે. જય હિંદ...! સોશિયલ મીડિયા પર લોકો જયદેવ ઉનડકટની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


 


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 386,452 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3498 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,97,540 લોકો ઠીક પણ થયા છે.



  • કુલ કેસ   એક કરોડ 87 લાખ 62 હજાર 976

  • કુલ ડિસ્ચાર્જ  એક કરોડ 53 લાખ 84 હજાર 418

  • કુલ એક્ટિવ કેસ   31 લાખ 70 હજાર 228

  • કુલ મોત   2 લાખ 8 હજાર 330

  • કુલ રસીકરણ  15 કરોડ 22 લાખ 45 હજાર 179 ડોઝ આપવામાં આવ્યા.


15 કરોડથી વધારેને રસી અપાઈ


 


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 22 લાખ 45 હજાર 179ડોઝ આપવામાં આવ્યા છે.


 


આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ


 


સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.