PBKS vs RR: રાજસ્થાને રોમાંચક મેચમાં પંજાબને 3 વિકેટે હરાવ્યું

PBKS vs RR Score Live Updates: મેચ પંજાબ અને રાજસ્થાન વચ્ચે મુલ્લાનપુરમાં રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.

gujarati.abplive.com Last Updated: 13 Apr 2024 11:27 PM
રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું

રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું છે. તેણે રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 147 રન બનાવ્યા હતા. આ દરમિયાન આશુતોષ શર્માએ 16 બોલમાં 31 રન બનાવ્યા હતા. તેણે 3 સિક્સ અને એક ફોર ફટકારી હતી. લિવિંગસ્ટોને 21 રન બનાવ્યા હતા. જીતેશ શર્માએ 24 બોલમાં 29 રન બનાવ્યા હતા. અથર્વ અને બેયરસ્ટો 15-15 રન બનાવીને આઉટ થયા હતા. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવેશ ખાન અને કેશવ મહારાજે 2-2 વિકેટ લીધી હતી. બોલ્ટ, સેન અને ચહલને એક-એક વિકેટ મળી હતી.


 





રબાડાએ સંજુને પેવેલિયન મોકલ્યો

રાજસ્થાન રોયલ્સને મોટો ફટકો પડ્યો છે. કેપ્ટન સંજુ સેમસન 14 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. રબાડાએ સંજુને શિકાર બનાવ્યો હતો. હવે જુરેલ બેટિંગ કરવા આવ્યો છે. રાજસ્થાનને જીતવા માટે 59 રનની જરૂર છે. તેણે 3 વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા છે.

રાજસ્થાને 10 ઓવરમાં 66 રન બનાવ્યા

રાજસ્થાન રોયલ્સની ઈનિંગની 10 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમને જીતવા માટે 60 બોલમાં 82 રનની જરૂર છે. રાજસ્થાને એક વિકેટ ગુમાવીને 66 રન બનાવી લીધા છે. સેમસન 3 રન બનાવીને રમી રહ્યો છે. યશસ્વી 36 રન બનાવીને ક્રિઝ પર છે.

રાજસ્થાનને પહેલો ફટકો, તનુષ આઉટ

રાજસ્થાન રોયલ્સની પ્રથમ વિકેટ પડી હતી. તનુષ કોટિયન 31 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. લિવિંગસ્ટોને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. રાજસ્થાને 8.2 ઓવરમાં 56 રન બનાવી લીધા છે.

પંજાબે રાજસ્થાનને 148 રનનો ટાર્ગેટ આપ્યો

પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ તરફથી આશુતોષ શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 16 બોલમાં 31 રન બનાવ્યા હતા. આશુતોષની આ ઇનિંગમાં 3 સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે. જીતેશ શર્માએ 24 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેણે 2 સિક્સ અને એક ફોર ફટકારી હતી. પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર અથર્વ તાયડે 15 રન બનાવીને આઉટ થયો હતો. બેયરસ્ટો પણ 15 રન બનાવીને આઉટ થયો હતો. પ્રભસિમરન સિંહે 10 રન બનાવ્યા હતા. કેપ્ટન સેમ કરન 6 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે પંજાબે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા.

પંજાબને છઠ્ઠો ફટકો, જીતેશ આઉટ

પંજાબ કિંગ્સને વધુ એક આંચકો લાગ્યો છે. જીતેશ શર્મા આઉટ થયો છે. આવેશ ખાને તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. જીતેશ 24 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. હવે આશુતોષ બેટિંગ કરવા આવ્યો છે. પંજાબે 16.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 103 રન બનાવી લીધા છે.

પંજાબે 12 ઓવરમાં 70 રન બનાવ્યા

પંજાબ કિંગ્સે 12 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 70 રન બનાવ્યા છે. શશાંક સિંહ 9 રન બનાવીને રમી રહ્યો છે. જીતેશ શર્મા 10 રન બનાવીને રમી રહ્યો છે. રાજસ્થાનના બોલરો વિકેટની શોધમાં છે.

પંજાબે 50 રનના આંકને સ્પર્શ કર્યો

પંજાબે 50 રનનો આંકડો સ્પર્શી લીધો છે. ટીમે 9 ઓવરમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. સેમ કરન 8 બોલમાં 5 રન બનાવીને રમી રહ્યો છે. જીતેશ શર્મા 1 રન બનાવીને રમી રહ્યો છે. રાજસ્થાન તરફથી આવેશ ખાન, કેશવ મહારાજ અને ચહલે 1-1 વિકેટ લીધી છે.

પંજાબને પહેલો ફટકો, અથર્વ આઉટ

પંજાબ કિંગ્સની પ્રથમ વિકેટ પડી. અથર્વ તાયડે 12 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આવેશ ખાને તાયડેની વિકેટ લીઝી. તે ચોથી ઓવરના ચોથા બોલ પર કુલદીપ સેનના હાથે કેચ આઉટ થયો હતો.

કુલદીપે બીજી ઓવરમાં 13 રન આપ્યા

પંજાબ માટે અથર્વ તાયડેએ સારી શરૂઆત કરી છે. તે 9 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો છે. બેયરસ્ટો 2 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબે 2 ઓવરમાં 17 રન બનાવ્યા છે. રાજસ્થાન તરફથી કુલદીપ સેને બીજી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં તેણે 13 રન આપ્યા હતા.

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન

સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, તનુષ કોટિયન, કેશવ મહારાજ, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, કુલદીપ સેન, યુઝવેન્દ્ર ચહલ.

પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

જોની બેરસ્ટો, અથર્વ તાયડે, પ્રભસિમરન સિંહ, સેમ કરન (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, કાગિસો રબાડા.

રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબ કિંગ્સના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. આ મેચમાં સેમ કરન પંજાબની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

બ્રેકગ્રાઉન્ડ

PL 2024, PBKS vs RR LIVE Score: IPL 2024માં શિખર ધવન અને સંજૂ સેમસન આજે એકબીજા સામે ટકરાશે. પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચેની આ મેચ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં બંને ટીમો પ્રથમ વખત ટકરાશે. 


IPL 2024માં અત્યાર સુધી પંજાબ અને રાજસ્થાન બંને પાંચ-પાંચ મેચ રમી ચૂક્યા છે. જો કે, સંજૂ સેમસને આ સમયગાળા દરમિયાન ચાર મેચ જીતી છે, જ્યારે ધવનની ટીમને માત્ર બે જ જીત મળી છે. પૉઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ટોપ પર છે જ્યારે પંજાબ કિંગ્સ આઠમા સ્થાને છે. રાજસ્થાનનો કેપ્ટન સેમસન શાનદાર ફોર્મમાં છે જ્યારે પંજાબનો કેપ્ટન ધવન ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે.


પંજાબ અને રાજસ્થાન મેચનો પીચ રિપોર્ટ 
પંજાબ અને રાજસ્થાન વચ્ચેની આ મેચ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અહીંની પીચ બેટ્સમેનો માટે યોગ્ય છે. ઉપરાંત અહીં બેટિંગ કરવી બીજી ઇનિંગ્સમાં પણ સરળ બની જાય છે. નવો બોલ આ મેદાન પર શરૂઆતમાં ઝડપી બોલરોને પણ મદદ કરે છે. આ સિઝનમાં અહીં બે મેચ રમાઈ છે, જેમાં ફાસ્ટ બોલરોએ 23 વિકેટ ઝડપી છે.


પંજાબ અને રાજસ્થાનની વચ્ચેના હેડ ટૂ હેડ રેકોર્ડ 
IPLના ઈતિહાસમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો 26 વખત આમને-સામને આવી છે. આ સમયગાળા દરમિયાન રાજસ્થાને વધુ વખત જીત મેળવી છે. જ્યારે રાજસ્થાને 15 મેચ જીતી છે જ્યારે પંજાબે 11 મેચ જીતી છે. પંજાબ સામે રાજસ્થાનના બેટ્સમેનો અલગ અંદાજમાં રમે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.