PBKS Vs SRH Dream11 Prediction 2024: IPL 2024મા આજે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોએ પોતાની પાછલી મેચો જીતી છે. હૈદરાબાદે તેની છેલ્લી મેચમાં ચેન્નાઈને હરાવ્યું હતું જ્યારે પંજાબે ગુજરાત સામે હારેલી મેચમાં જીત મેળવી હતી. આ મેચ પણ રોમાંચક બને તેવી પૂરી શક્યતાઓ છે.
આઈપીએલ 2024માં અત્યાર સુધી સનરાઈઝર્સ હૈદરાબાદ ચાર મેચ રમી ચૂકી છે. આ સમયગાળા દરમિયાન પેટ કમિન્સની ટીમે બે મેચ જીતી છે. તે જ સમયે, તેને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. પંજાબ કિંગ્સે પણ અત્યાર સુધીમાં ચાર મેચ રમી છે. શિખર ધવનની ટીમ પણ બે મેચ જીતી છે અને બે મેચ હારી છે. જો કે પંજાબ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.
પિચ રિપોર્ટ
આજે આપણે ચંદીગઢના આ મેદાન પર હાઈ સ્કોરિંગ મેચ જોઈ શકીએ છીએ. જોકે, અહીં છેલ્લી મેચમાં બોલરોને પણ ઘણી મદદ મળી હતી. પંજાબ કિંગ્સે આ મેદાન પર દિલ્હીને હરાવ્યું હતું. તે મેચમાં પંજાબે 175 રનનો ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો હતો.
પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચની બેસ્ટ ડ્રીમ ઈલેવન
વિકેટકીપર- જીતેશ શર્મા અને હેનરિક ક્લાસેન
બેટ્સમેન- અભિષેક શર્મા (વાઈસ કેપ્ટન), ટ્રેવિસ હેડ, શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ
ઓલરાઉન્ડર- સેમ કરન, સિકંદર રઝા અને એડન માર્કમ
બોલર- પેટ કમિન્સ અને કાગિસો રબાડા.
પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
શિખર ધવન (કેપ્ટન), જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ, સેમ કરન, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, સિકંદર રઝા, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા.
ઈમ્પેક્ટ પ્લેયર- અર્શદીપ સિંહ.
સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન અને મયંક માર્કંડે.
ઈમ્પેક્ટ પ્લેયર- જયદેવ ઉનડકટ.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial